આદેશ:પૂર્વ કચ્છના 4 પીઆઇને ચાર્જ સોંપાયો, એકની કરાઇ બદલી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે PSIની આંતરિક બદલીના આદેશ પણ કરાયા

પૂર્વ કચ્છમાં પોલીસવડા દ્વારા બદલીનો દોર ચાલુ રખાયો હતો જેમાં ચાર પીઆઇને નિમણૂક અપાઇ હતી, તો એક પીઆઇની આંતરિક બદલી સાથે બે પીએસઆઇની પણ આંતરિક બદલીના આદેશ કરાયા હતા. પૂર્વ કચ્છ પોલીસવડા મહેન્દ્ર બગડીયાએ કરેલા આદેશમાં લીવ રિઝર્વમાં રહેલા પીઆઇ જે.બી.બુબડીયાને રાપર સીપીઆઇનો ચાર્જ સોંપ્યો હતો પીઆઇ એમ.ડી.ચૌધરીને સાયબર ક્રાઇમ પોલીસ મથકનો ચાર્જ, પીઆઇ ડી.એમ.ઢોલને એલઆઇબીમાં મુકાયા છે તો એલઆઇબીમાં ફરજ બજાવતા પીઆઇ ઝેડ.એન.ધાસૂરાને ભચાઉ પોલીસ મથકનો ચાર્જ સોંપાયો હતો.

પીઆઇ ડી.જી.પટેલને કંડલા એરપોર્ટનો હવાલો સોંપાયો છે. તો આ નીમણૂક બાદ રાપર પીઆઇ વી.કે.ગઢવીને રાપર સીપીઆઇના વધારાના ચાર્જમાંથી મુક્ત કરાયા હતા, તો આદિપુર પોલીસ મથકે સેકન્ડ પીએસઆઇ તરીકે ફરજ બજાવતા પીએસઆઇ વી.કે.ઝાને રીડર શાખાનો ચાર્જ સોંપાયો છે. અંજારના પીએસઆઇ બી.એસ.ચૌહાણને જિલ્લા ટ્રાફીકની જવાબદારી સોંપાઇ છે. અહીં નોંધવું રહ્યું કે, રીડર શાખામાં ફરજ બજાવતા પીએસઆઇ હરેશ તિવારી અને જિલ્લા ટ્રાફિક પીએસઆઇ પી.કે.ગઢવીની જિલ્લા બહાર બદલી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...