PGVCLની કચેરીમાં ભજિયા પાર્ટી!:અંજારમાં વરસાદનાં કારણે વીજળી ગુલ, કચેરીમાં કોઈ ફોન ન ઉપાડતા લોકો કચેરીએ પહોંચ્યા

ગાંધીધામ17 દિવસ પહેલા

આદિપુર ગાંધીધામ અને અંજારમાં મેઘરાજાની ફરીથી એન્ટ્રી થયા બાદ આદિપુરના અમુક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. પીજીવીસીએલમાં ફોન કરતા કોઈ ફોન ઉપાડતુ ન હતું. ઘણા કલાકો રાહ જોયા બાદ પીજીવીસીએલ કંપનીમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

અંજારમાં શનિવારે સાંજે ભારે પવન સાથે થયેલા ધોધમાર વરસાદને કારણે અંજારમાં અનેક જગ્યાએ વૃક્ષો અને વીજ પોલ ધરાશાઇ થતાં સાંજે જ વીજળી ડૂલ થઇ હતી. ત્યારબાદ વરસાદ બંધ થયા બાદ કલાકો સુધી વીજ પુરવઠો ચાલુ ન થતાં અસહ્ય બફારાથી અકળાયેલા લોકોએ વીજ કંપનીમાં ફોન લગાડ્યા પણ હંમેશાની જેમ સતત વ્યસ્ત આવતાં હતાં. જેથી અમુક લોકો પીજીવીસીએલ કચેરીમાં રૂબરૂ ગયા તો દંગ રહી ગયા હતા, કારણ કે ત્યાં ભજિયા પાર્ટી ચાલી રહી હતી. આ દ્રશ્ય જોઇ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. કારણકે લોકો પરેશાની ભોગવી રહ્યા છે તેવા સમયે આવી પાર્ટી સૂઝે કેમ? લોકોએ વીડિયો બનાવી વાયરલ કરતાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...