એન્ટી ટેરેરીઝમ ફ્રન્ટના ચેરમેન અને અનેક વાર થયેલા હુમલાઓમાંથી આબાદ બહાર આવનારા મનીન્દરસિંહ બીટ્ટાએ ગત રોજ ગાંધીધામની મુલાકાત સમયે પ્રસાર માધ્યમો સાથે વાતચીત કરીને તેમના વિચારો રજુ કર્યા હતા.તેમણે જણાવ્યું કે પંજાબમાં ડ્રોનથી તો કચ્છમાં કન્ટેનરની ડ્રગ્સ આવી રહ્યું છે, પંજાબ અને જમ્મુ કાશ્મીરથી આવતા ડ્રગ્સ પકડાતું નથી અને દેશભરમાં પગ કરી જાય છે.
જે યુવા પેઢીમાં કેન્સરની જેમ પ્રસરી રહ્યું છે. પરંતુ ગુજરાતમાં તે બીએસએફ અને પોલીસ દ્વારા સફળતા પુર્વક પકડાઈ રહ્યું છે, જે માટે લોકોએ પણ આગળ આવીને સહયોગ આપવો જોઇએ. કચ્છની સરહદ પર ફેન્સીંગ કેટલાક સ્થળોએ બાકી છે તે ટુક સમયમાં સરકાર પુરુ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે પ્રધાનમંત્રીના પગલાઓને આવકારીને વર્તમાન સરકાર બન્યા બાદ હુમલાની ઘટનાઓ, બોમ્બ બ્લાસ્ટ અને રમખાણો સદંતર ઘટી ગયા હોવાનું કહ્યું હતું. દરીયાઈ સીમાએ કન્ટૅનરમાં આવતા ડ્રગ્સ બાબતે ગંભીરતાથી કામ કરવું જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.