પેઇન્ટિંગ ક્લાસની આગવી પહેલ:ગાંધીધામની ગટરોની ચેમ્બર તથા વીજ ડીપી ઉપર ચિત્રો દોરી રંગીન બનાવાયા; નગરપાલીકા અને ટ્રસ્ટો મદદ માટે આવ્યાં આગળ

ગાંધીધામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ સંકુલમાં આવેલી ગટરનાં ચેમ્બરનાં ઢાંકણા ઉપર તમને હવે કેક, બર્ગર કે ઈગ્સ જેવું પેઈન્ટિંગ જોવા મળે તો ચોકતા નહીં. કારણ કે, ગાંધીધામમાં પેઈન્ટિગનાં ક્લાસ ચલાવતા એક મહિલા તથા તેમની ટીમ દ્વારા વીજ ડીપીથી માંડીને સુકાઈ ગયેલા ઝાડ વગેરે જેવી જગ્યાઓને સાફ કરીને તેમાં રંગીન ચિત્રણ કરવાનું બીડું ઝડપ્યું છે. જેને કારણે શહેરનાં લોકોમાં પણ એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગટરના ઢાંકણાઓને સાફ કરી પેઇન્ટિંગ કર્યુ
ગાંધીધામ શહેરનાં શક્તિનગરમાં રહેતા ભાવનાબેન ખત્રી નામનાં મહિલા છેલ્લા 22 વર્ષથી પેઈન્ટિંગનાં કલાસ ચલાવી રહ્યા છે. તેમનાં દ્વારા હજારથી પણ વધુ યુવક-યુવતીઓને પેઇન્ટિંગની તાલીમ આપવામાં આવી છે. થોડા દિવસ પહેલાં તેમણે તેમનાં વિસ્તારમાં આવેલી ગટર ચેમ્બરનાં ઢાંકણાઓને સાફ કરીને પેઇન્ટિંગ કરવાનું શરૂ કર્યું. તો નગરપાલિકાનાં પ્રમુખ કાનજીભાઈ ભર્યા તથા ચીફ ઓફિસર નીતિનભાઈ બૌડાતએ પણ તેમને પ્રોત્સાહન આપીને શહેરનાં ગટરનાં ચેમ્બર ઉપરાંત વીજ ડીપી તેમજ ઝાડ ઉપર ચિત્રો દોરવા માટે સુધરાઈ દ્વારા બનતી તમામ મદદ કરવાનું કહીને તેમનાં ઉત્સાહને વધાર્યો હતો. ત્યારે તેમનાં આ પ્રયાસમાં કંડલા પોર્ટનાં લેબર યુનિયન કેપીકેએસનાં આગેવાન મોહનભાઈ આસવાણી દ્વારા તેમને કલર સહિતનાં ખર્ચને પહોંચી વળવા માટે સહાય કરવાની વાત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...