વહિવટ:15 લાખના ખર્ચે ડ્રેનેજ ચેમ્બરોને ઢાંકણા લગાવીને મરંમત કરાશે

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામમાં દર વર્ષે લાખોના ખર્ચ છતાં ચેમ્બરો માટે વધુ ખર્ચ કરવાની જોગવાઈ

ગાંધીધામ સંકુલમાં ખુલ્લી અને ખસ્તાહાલ ગટર ચેમ્બરોને ઠીક કરવા માટે વધુ એક વાર શહેરની નગરપાલિકા દ્વારા 15 લાખનો ખર્ચ થનાર છે ત્યારે ખરેખર આ કામ યોગ્ય ધોરણે થાય તેનું ધ્યાન રાખવા માટેનો સુર ઉઠવા પામ્યો છે. ગાંધીધામ આદિપુરમાં ખુલ્લી ગટરમાં મુક પશુઓ પડી જવાની છાસવારે બનતી ઘટનાઓથી ખુલ્લી રહેતી ગટર ચેમ્બરોની સંખ્યા કેટલી વધારે અને દેખીતી છે તેનો અંદાજો આવે છે.

દર વર્ષે આ પાછળ લાખોનો ખર્ચ કર્યા છતાં પણ પરિસ્થિતિ જેમની તેમ રહેતી હોવાના આક્ષેપ ઉઠતા રહ્યા છે, ત્યારે વધુ એક વાર પાલિકા દ્વારા 15 લાખનો ખર્ચ ગટરની ચેમ્બરો પાછળ કરવામાં આવનાર છે. કરાયેલા ઠરાવ અનુસાર પાલિકા 5 લાખના ખર્ચે ખુલી પડેલી ડ્રેનેજ ચેમ્બરોને ઢાંકણા લગાવશે તો 10 લાખના ખર્ચે તુટેલી કે ખસ્તાહાલ ડ્રેનેજ ચેમ્બરોને રીપેર કરવામાં આવશે. આમ 15 લાખના ખર્ચેની જોગવાઈ આ કાર્ય માટે કરવામાં આવી છે ત્યારે તેમાંથી કેટલા કાર્યો ખરેખર જમીની સ્તરે ઉતરી શકે છે તે જોવું રહ્યું. નોંધવું રહ્યું કે ગાંધીધામ શહેરમાં ખુલ્લી ગટરો, ડ્રેનેજના કારણે મુકપશુઓ પડી જવાની ઘટનાઓ અવાર નવાર બનતી હોય છે તો સંકુલની આ ક્ષેત્ર સક્રિય સામાજિક સંસ્થાઓએ પાલિકા સક્ષમ આ ગટરોને બંધ કરવા માટે રજુઆત કરીએ જો તેમ નહી કરાય તો આંદોલનની ચીમકી પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...