ગાંધીધામના ગ્રીનબેલ્ટમાં અનધિકૃત ખનન:ડો. બાબા સાહેબ કન્વેશન સેન્ટરની પાછળ ગ્રીન બેલ્ટથી થઇ રહી છે મોટાપાયે માટી ચોરી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અદ્યતન સંસાધનો સાથે સ્થળ પર ખુલ્લેઆમ થતી ચોરી - Divya Bhaskar
અદ્યતન સંસાધનો સાથે સ્થળ પર ખુલ્લેઆમ થતી ચોરી
  • એક્ઝિબીશન ગ્રાઉન્ડ પાછળથી એટલી માટી ઉલેચાઈ કે ઉંડા ખાડા થઈ ગયા
  • રાજકારણીઓની ​​​​​​​સાંઠગાંઠ હોવાની ચર્ચાઃ ન માત્ર માટી કાઢવાનું, પણ અસામાજિક પ્રવૃતિઓનું સ્થાન પણ બનતો અવાવરુ વિસ્તાર

ગાંધીધામ આદિપુર વચ્ચે કન્વેશન સેન્ટરના પાછળના ભાગે મોટાપાયે માટીચોરીને અંજામ અપાઈ રહ્યો છે. જેમાં રાજનૈતીક સાંઠગાંઠ થકી આ લાંબા સમયથી કરાઈ રહ્યું હોવાની ચર્ચા છે ત્યારે આ અંગે યોગ્ય તપાસ હાથ ધરાય તો જાણીતા નામો ખુલે તેવી સંભાવના સુત્રો વ્યક્ત કરી રહ્યા છે. ગાંધીધામ થી આદિપુર જતા ટાગોર રોડ પર આવતા ડીપીએ એક્ઝીબીશન ગ્રાઉન્ડ અને તાજેતરમાં પ્રધાનમંત્રીના હસ્તે જેનું લોકાપર્ણ કરાયું તે ડો. બાબાસાહેબ આંબેડકર કન્વેશન સેન્ટરની પાછળના અવાવરુ જગ્યામાં મોટા પાયે જમીન ખોદી નાખીને માટી, રેતીનો ઉપાડ કરવામાં આવ્યો હોવાનું સામે આવવા પામ્યું છે.

સુત્રોનું કહેવુ છે કે આ ખોદકામ લાંબા સમયથી ચાલી રહ્યું હતું, જેમાં સ્થાનિક રાજકારણીઓની મીલીભગત હોવાની ચર્ચા છે. તો આ અંતરીયાળ અને અવાવરુ વિસ્તારમાં માત્ર માટી ચોરી નહી, પરંતુ અન્ય અસામાજિક પ્રવૃતિઓ માટે પણ આશ્રય સ્થાન બની રહ્યો છે ત્યારે તેનું યોગ્ય નિરીક્ષણ કરી ઉચીત પગલા ભરાય તેમ સંકુલના પ્રબુદ્ધ વર્ગનો સુર પ્રબળ બનવા પામ્યો છે.

પોર્ટે બી ડિવિઝન પોલીસને કહ્યું કે એફઆઈઆર દાખલ કરો !
દીનદયાલ પોર્ટ ઓથોરિટીના એક્ઝીક્યુટીવ એન્જિનીયરએ બી ડિવિઝનના પીઆઈને પત્ર પાઠવીને મુહ્હરમની ઉંઠાતરી એટલે કે જમીનમાં થઈ રહેલા અનીધીકૃત ખોદકામ અંગે બે દિવસ પહેલાજ જાણ કરી હતી. ડીપીએની ટીમ દ્વારા ગ્રીન બેલ્ટ વિસ્તારના નિરીક્ષણ કાર્ય આરંભવામાં આવતા તે તપાસમાં આ વિસ્તારમાં મોટા પાયે ખાડાઓ થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. તેમણે પત્રમાં જણાવ્યું કે દીનદયાલ પોર્ટ ઓથોરિટીની માલીકી અંતર્ગત આવતા ગ્રીન બેલ્ટના આ વિસ્તારમાં આ પ્રકારની ગતીવીધી થઈ હોવાનું સામે આવ્યું છે, જેથી દોષીતો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવે. હવે પોલીસ કેટલી સક્રિયતા આ કેસમાં દેખાડે છે તે જોવું રહ્યું.

ગાંધીધામના ઓવરબ્રિજ કન્ટ્રકશન માટેની માટી ક્યાંથી આવે છે?
છેલ્લા કેટલાક સમયથી લોકમુખે ઉઠેલી ચર્ચા અનુસાર ગાંધીધામના ટાગોર રોડ ઉપર ચાલી રહેલા ઓવરબ્રિજ નિર્માણ કાર્યમાં ઉપયોગમાં લેવાતી માટીના જથ્થાનું મૂળ શોધવામાં આવે તો ઘણા અંશે સત્ય ઉજાગર થઇ શકે તેવો સુર પણ વહેતો થવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...