કાર્યવાહી:ડીપીએ દ્વારા 10 વર્ષે ડીફરન્સ ઓફ ટ્રાન્સફર ફીના ઉઘરાણા શરૂ કરાયા

ગાંધીધામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ 5955 ફી આપી, હવે 1.94 લાખનું માંગણું
  • જુના​​​​​​​ ઓર્ડરમાં ખણખોદ કરી મનસ્વિ અર્થઘટનથી નોટિસો અપાઇ

દિનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલાના એસ્ટેટ વિભાગ પ્લોટ ધારકો પાસેથી કેમ વધુને વધુ ઉઘરાણા કરવા એવી ફીરાકમા હોવાનો સુર ઉઠવા પામ્યો છે. મુદો છે કે જુના ઓર્ડરના ખણખોદ કરીને મનસ્વિ અર્થઘટન કરીને બાકી નિકળતા લેણા બાબતે નોટિસો આપવામાં આવી રહી છે. જે સામે વિરોધનો સુર ઉઠવા પામ્યો છે.

સુત્રોએ જણાવ્યું કે સ્થાનિક પ્રજા સાથે સહાનુભુતિ કે લેવાદેવા ન હોય તેવા બહારના અધિકારીઓ દ્વારા જુના ઓર્ડરોનું મનસ્વી અર્થઘટન કરીને કોથળામાંથી બિલાડુ કાઢતા સ્થાનિકોમાં કચવાટ ફેલાયો છે. તાજેતરમાં પ્રકાશમાં આવેલા કિસ્સામાં અત્યારે ડિફરેન્સ ઓફ ટ્રાન્સફર ફી નામે વર્ષો બાદ જુના લેણા બાકી લેણા, મ્યુટેશન નામ તબદીલ થઈ ગયા હોવા છતા ખોટુ અર્થઘટન કરીને નોટિસો કાઢવામાં આવી છે. અગાઉ કંડલા પોર્ટના ધારા ધોરણ નિયમ પ્રમાણે પ્લોટ તબદીલ (ટ્રાન્સફર) કરાવતા સમયે 2007માં તે વખતે ટ્રાન્સફર ફી પેટે પોર્ટના ડીમાંડ મુજબ ભરી અપાઈ હતી. ત્યારે જે મ્યુટેશન બાદ પણ જે તે સમયે કોઇ અંડરટેકીંગ નહતું, કે ડીમાંડમાં કોઇ પ્રોવીમુતલ રકમ લેવાઈ નહતી.

આ કિસ્સામાં 10 વર્ષ બાદ અગાઉ ભરેલી 5955ના બદલે 1,93,766 ડિફરેન્સ ઓફ ટ્રાન્સફર ફી માંગવામાં આવતા તે નિયમ વિરુદ્ધ હોવાનું અને ટેમ્બરના નિયમોની અસરથી લાગુ કરી શકાય નથી તેવો સુર વ્યક્ત કરાયો હતો. ચુંટાયેલા પ્રતિનીધીઓના પેટનું પાણી હલતુ નથ અને અવાજ ઉઠાવતા નથી ત્યારે સબંધિતોમાં વિરોધનો સુર ઉઠવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...