ગાંધીધામમાં દર વર્ષે શ્વાન કરડવાની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે, જેની સીધી સાબીતી રામબાગ હોસ્પિટલમાં અપાતી હડકવા વિરોધી રસીના વધતા આંકડાથી સાબીત થાય છે. રામબાગ હોસ્પિટલના સતાવાર આંકડાઓ જણાવે છે કે એપ્રીલ થી ડિસેમ્બર ‘21 સુધીના 10 મહિનાના ગાળામાં કુલ 6703 હડકવા વિરોધી રસી અપાઈ હતી.
આજ સમયગાળામાં ચાલુ વર્ષની વાત કરીએ તો એપ્રીલ થી ડિસેમ્બર ‘22 સુધીના સરખાજ સમયગાળામાં કુલ 8865 હડકવા વિરોધી રસી અપાઈ હતી, એટલે કે 2163 રસી વધુ અપાઈ હતી. ગાંધીધામ પાલિકા કે અન્ય કોઇ તંત્ર પાસે પ્રજાજનોનો આનાથી બચાવ કરવા કોઇ નથી.
શું છે હડકવા? :વિશ્વભરમાં ભારતમાં સૌથી વધુ કેસ
ગરમ લોહી ધરાવતા પ્રાણીઓ જેમ કે કુતરા, બીલાડા, સિંહ, વાંદરા, ચામડાચીડીયામાં હડકવાનો રોગ થાય છે. આ પ્રકારનું શ્વાન મનુષ્યને કરડે તો તેની લાળથી શરીરમાં પ્રવેશેલા વિષાણુ થોડા સમયમાંજ મનુષ્યના ચેતાતંત્ર પર હુમલો કરીને તેના પર હાવી થઈ જાય છે. અને મનુષ્ય અસહજ વર્તન કરે છે, માનસીક સ્થિતિ ગુમાવે છે અને કોમામાં સરી પડતા મહતમ કિસ્સાઓમાં જો સારવાર કે રસી ન લેવાય તો મોતને ભેટે છે. ઉપલબ્ધ આંકડાઓ અનુસાર વિશ્વમાં સર્વાધિક હડકવાના કેસ ભારતમાં જોવા મળે છે, જે પાછળ શેરીના શ્વાનો જવાબદાર રહે છે.
કેટલાક વિસ્તારોમાં ઝેરી દવાથી મારવાની ઘટનાઓ સામે આવી
જીવદયા પ્રેમીઓએ જણાવ્યું કે તાજેતરમાં ભારતનગરના 9બી વિસ્તારમાં એકજ લાઈનમાંથી એકજ જેવી પરિસ્થિતિમાં મોત પામેલા 10થી વધુ શ્વાસ એકાદ બે દિવસમાંજ મળી આવ્યા હતા. આવોજ મામલો થોડા મહિના પહેલા ઝંડાચોકમાં, તો આદિપુરના એક ગલીમાં પણ જોવા મળ્યો હતો. જે દર્શાવે છે કે કોઇ વિકૃત વ્યક્તિઓ અયોગ્ય રુપે પણ નિર્દોષ શ્વાનોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે, તો જે શ્વાનોને યોગ્ય ટ્રીટમેન્ટની જરૂર હોય તે આપવી પણ જરૂરી બની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.