કામગીરી:જિલ્લા ટ્રાફિક પોલીસની ઓવર સ્પીડ દોડતા 44 ચાલકો સામે કાર્યવાહી

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ-ભચાઉ હાઇવે પર ઇન્ટરસેપ્ટર વેન સાથે તૈનાત રહેશે
  • વધતા​​​​​​​ અકસ્માતોને ધ્યાને રાખી હવે સતત નેશનલ હાઇવે પર વોચ રખાશે: PSI

પૂર્વ કચ્છ જિલ્લાના હાઇવે પર ઓવર સ્પીડથી થતા વાહન વ્યવહારને કારણે જ્યારે અકસ્માતોની સંખ્યા વધી રહી છે તેને ડામવા જિલ્લા ટ્રાફીક પોલીસ અતિ આધુનિક ઇન્ટર સેપ્ટર વેન સાથે તૈનાત રહી સતત કાર્યવાહી ચાલુ રાખશે, આજે ઓવર સ્પીડ દોડતા 44 વાહનોના ચાલકો સામે કેસ કરી સ્થળ ઉપર જ 21 હજારનો દંડ પોલીસે વસૂલ્યો હતો.

જિલ્લા ટ્રાફિક પીએસઆઇ વી.એલ.પરમારે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગાંધીધામ થી સામખિયાળી સુધી હાઇવે પર બેફામ ગતિથી થઇ રહેલા વાહન વ્યવહારને કારણે માર્ગ અકસ્માતોની સંખ્યા વધી ગઇ છે તે બાબતને ધ્યાને લઇ એસપી મહેન્દ્ર બગડીયાની સૂચના મુજબ આજથી ઓવર સ્પીડ દોડતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવા જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ અતિ આધુનિક ઇન્ટરસેપ્ટર વેન સાથે હાઇવે પર તૈનાત રહી હતી

આ વેનમાં ઇન્સટોલ કરેલી અતિ આધુનિક સ્પીડગન દ્વારા ઓવર સ્પીડ ડ્રાઇવ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરી 44 કેસ કરી રૂ.21,100 નો દંડ સ્થળ ઉપર જ વસૂલ્યો હતો. પીએસઆઇ પરમારે ઓવરસ્પીડ વાહન ન ચલાવવા અપીલ કરતા કહ્યું હતું કે, જો કોઇ બેફામ ગતિથી વાહન હંકારશે તો હવે કડક કાર્યવાહી કરાશે અને આ કામગીરી સતત કરાશે.

અન્ય સમાચારો પણ છે...