લોકો ત્રસ્ત:આદિપુરના ટીએઝેડ વિસ્તારમાં 20 દિવસથી ગટરવાળા પાણીનું વિતરણ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક તો મોડું આવે, એમાંય ગંદા પાણીથી લોકો ત્રસ્ત
  • રોગચાળો ફેલાવાની ભીતિ, દર બે થી ચાર દિવસે આવે છે વારો

ગાંધીધામના આદિપુરમાં ટીએઝેડ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રેનેજ યુક્ત ગંદા પાણીનો સપ્લાય થઈ રહ્યો છે. સ્થાનિકો સતત આ પ્રકારનું ગંદુ પાણી આવતા ત્રસ્ત થઈ ગયા છે અને રોગચાળો ફાટી નિકળે તેવી દહેશત પણ સેવાઈ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ટીએઝેડ તેમજ સંલગ્ન અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે. સ્થાનિકોએ જણાવ્યું કે એક તો પાણી બે થી ચાર દિવસના વારા અનુસાર આવે છે, તેમાંય તેનો આવવાનો સમય રાત્રીના 3 થી 4 વાગ્યાનો હોય છે. તે સમયે વિશેષ રુપે જાગીને તેનું ધ્યાન રાખવુ પડે છે. અધુરામાં પુરુ છેલ્લા વીસેક દિવસથી પાણી સપ્લાયમાં શરૂઆતમાં 5 મિનિટ ગંદુ પાણીજ સપ્લાય થયા છે, જેને જવા દેવામાં આવે ત્યારબાદ કેટલાક અંશે સાફ દેખાતુ પાણી આવે છે, જેને શુદ્ધ ગણીને લોકો કામ ચલાવી રહી છે.

ટાંકીને વારંવાર સાફ કરવી પડે છે
ડ્રેનેજ જેવા પાણીનો ભરાવો ટાંકીમાં થયા બાદ તે ટાંકીનો સામાન્ય પ્રવૃતિઓમાં ઉપયોગ કરતા અચકાય છે, જેથી દર થોડા સમયમાં તેની સફાઈ કરવા પરિવારના લોકો ઉતરે છે. અથવા તો ટાંકી સાફ કરવા ગાંધીધમાં અલાયદુ સંગઠન પણ આકાર લઈ રહ્યું છે. આદિપુરજ નહી, ગાંધીધામમાં પણ આવી પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...