ચોરી:PMના કાર્યક્રમના લાભાર્થી લઇ આવતી એસ.ટી.માંથી 9 હજારનું ડિઝલ ચોરાયું

ગાંધીધામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ સંકુલમાં ડિઝલ ચોરી કરતી ગેંગને જાણે કોઇ પરવા જ નથી !
  • કાર્ગો પાસે બનેલી ઘટનામાં આધાર પુરાવા મેળવ્યા બાદ ચાલકે નોંધાવી ફરિયાદ

ભુજ આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં લોકોને આવવા જવા માટે રોકવામાં આવેલી એસટી બસમાંથી રૂ.9 હજારનું ડિઝલ ચોરાયું હતું. કપડવંજ એસટી ડેપોમાં બસ ચાલક તરીકે ફરજ બજાવતા અશોકકુમાર કનુભાઇ બારોટે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.28/8 ના રોજ વડાપ્રધાન તા.26/8 ના તેમના ડેપોમાંથી તેમને મળેલી વરધી મુજબ તેઓ ગાંધીધામ બસ લઇ ગાંધીધામ પહોંચ્યા હતા. તા.27/8 ના તેમને જણાવ્યા મુજબ બસ દાદા ભગવાન ગ્રાઉન્ડ ખાતે ઉભી રાખી હતી અને બસમાં જ સૂઇ ગયા હતા.

તા.28/8 ના સવારે લાભાર્થીઓને લેવા બસને સેલ માર્યો તો બસ ઝટકા ખાવા લાગતાં તેમણે ડિઝલ ટેન્ક ચેક કરતાં તેનો લોક તૂટેલો હતો. ટેન્કમાં 110 લીટર ડિઝલ હોવું જોઇએ તેને બદલે માત્ર 10 લીટર હતું. 100 લીટર ચોરી થયું હોવાનો ખ્યાલ આવ્યો હતો. આધાર પુરાવા કપડવંજ હોવાને કારણે તેઓ પરત ગયા બાદ અધીકારીઓ સાથે વાત કરી તેમની એસટી બસમાંથી રૂ.9,500 ની કિંમતનું 100 લીટર ડિઝલ અજાણ્યા ઇસમો ચોરી કરી ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી.

ડિઝલ ચોરી કરતી ગેંગનો એક સાગરિત પકડાયો બીજા ?
ગત મહિને એક શીપિ઼ગ ક઼પનીના વર્કશોપમાં કારમાં આવેલી ડિઝલ ચોર ટોળીએ બે વખત ટ્રેઇલરની ટેનન્કમાંથી ડિઝલ ચોરીને અંજામ આપ્યો જેમાં એકવાર તો પ્રતિકાર કરનાર ચાલકને માર મારી ભાગ્યા હતા અને બીજી વખત પોલીસે ફીલ્મી ઢબે પીછો કરી એક ઇસમને પકડી લીધો હતો જ્યારે અન્ય ભાગી ગયા હતા જે હજી સુધી પકડાયા નથી. આ ડિઝલ ચોરી કરતી ગેંગ સંકુલમાં છેલ્લા ઘણા સમયથી સક્રિય છે.

અન્ય સમાચારો પણ છે...