પોલીસ હરકતમાં:પુરી ટ્રેનથી જપ્ત ગાંજાે ગાંધીધામ આવતો હતો ?

ગાંધીધામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીલીંગ ફેનમાં છુપાવ્યો હતો 18 કિલો ગાંજો

પુરીથી ગાંધીધામ આવતી ટ્રેનમાંથી ચાર દિવસ પહેલા બારડોલી પાસે સુરક્ષા વિભાગોએ એક જોઇન્ટ ઓપરેશનમાં ટ્રેનમાં છુપાવેલો 18 કિલોથી વધુનો જથ્થો પકડી પાડ્યો હતો. તપાસમાં પોલીસને સંભવત આ જથ્થો અમદાવાદ કે ગાંધીધામની રાહે હોવાનો ક્યાસ લગાવી રહી છે.

ગત સપ્તાહે પુરી ગાંધીધામ ટ્રેન ગુજરાતમાં પ્રવેશતા સાથે આરપીએફ અને જીઆરએફની વિશેષ સંયુક્ત ટુકડી ટ્રેનમાં સવાર થઈ હતી અને બહુઆયામી તપાસનો દોર આરંભ્યો હતો. તપાસમાં એક કોચના ટોઈલેટના ફેનમાં છુપાવેલા પેકેટ્સ મળી આવ્યા હતા. જેને ખોલીને તપાસ કરતા કુલ 18.47 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો હતો, જેની કિંમત 1.84 લાખ અંકાઈ હતી.

પ્રાથમિક તપાસમાં અમદાવાદ, વડોદરા કે ગાંધીધામ જઈ રહ્યો હોવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી. ત્યારે આ જથ્થો કોને ચડાવ્યો અને કોણ ઉઠાવવાનું હતું તે દિશામાં તપાસ ચાલી રહી છે. દરમ્યાન આ તપાસનો રેલો ગાંધીધામ સુધી પણ આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર શહેરમાં વધતા કેફી દ્રવ્યોના ચલણના કારણે પોલીસ હરકતમાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...