પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર વર્ષ 2022-23 માટે રચાયેલી મંડળ રેલવે ગ્રાહક સલાહકાર સમિતિની બેઠકનું આયોજન વિભાગીય કચેરીના કોન્ફરન્સ હોલમાં કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છની ટ્રેનો અંગે પણ વિવિધ માંગણીઓ કરાઈ હતી.
ગાંધીધામના પારસમલ નાહટા અને રાકેશ જૈનએ જોધપુર ટ્રેન કે જે હાલમાં સપ્તાહમાં ત્રણ વાર દોડે છે, તેને દૈનિક કરીને એક એસી કોચ વધારવા, ભુજ પાલનપુરની કોરોના કાળથી બંધ ટ્રેનોને ફરી શરૂ કરવા, દિલ્હી માટેની સુપરફસ્ટા ટ્રેન શરૂ કરવા તેમજ ગાંધીધામ, કચ્છ થી અમદાવાદ વચ્ચેથી ઈન્ટરસિટી ટ્રેનને શરૂ કરવા માટેની રજુઆત કરાઈ હતી. સમિતિના અધ્યક્ષ અને મંડળ રેલ પ્રબંધક તરુણ જૈને વ્યાજબી માંગણીઓનું ટૂંક સમયમાં બોર્ડ દ્વારા નિરાકરણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. બેઠકના અંતે મંડળ વાણિજ્ય પ્રબંધક અસલમ શેખે સૂચનો આપવા બદલ આભાર માન્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.