રજૂઆત:કંડલા બંદરથી અન્ય બંદરો સુધી ફેરી સર્વિસ કાર્યરત કરવા માંગ

ગાંધીધામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભાના અધ્યક્ષાએ શિપિંગ મંત્રીને રજૂઆત કરી
  • પોર્ટ ઉદ્યોગને વેગ મળશે અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે

કંડલા બંદરેથી અન્ય મોટા-નાના બંદરો સુધીની ફેરી સર્વિસ હાલ ઉપલબ્ધ ન હોઇ જેને ઝડપથી કાર્યરત કરવા વિધાનસભાના અધ્યક્ષાએ કેન્દ્રીય બંદરો શિપિંગ અને જળમાર્ગ મંત્રીને રજૂઆત કરી હતી. વિધાનસભાના અધ્યક્ષા ર્ડો. નીમાબેન આચાર્યએ કેન્દ્રીય બંદરો શીપીંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોણોવાલજીને ગુજરાત રાજયમાં ઉપલબ્ધ જળમાર્ગો પર રો રો ફેરી સર્વિસ અને રો પૈકસ સર્વિસ માટે સર્વે કરાવી આવી જળસેવાઓ માટે આયોજન કરવા રજૂઆત કરી હતી.

ખાસ કરીને કંડલા બંદરેથી અન્ય મોટા-નાના બંદરો સુધીની ફેરી સર્વિસ હાલ ઉપલબ્ધ ન હોઇ જેને ઝડપથી કાર્યરત કરવા ભલામણ કરેલ હતી, જેના કારણે કંડલા પોર્ટ ઉદ્યોગને વેગ મળશે તેમજ દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ માટે રો-રો ફેરી સર્વિસ આકર્ષણનું કેન્દ્ર બનશે અને સાથે-સાથે ગુજરાત ટુરીઝમને પણ વેગ મળે, જે ભલામણને ગ્રાહય રાખી કેન્દ્રીય મંત્રી સોણોવાલજીએ આ બાબતમાં સાનુકૂળ પ્રતિભાવ આપ્યો હતો.

કંડલા પોર્ટ ટ્રસ્ટ મૂળ દ્વારકા અને પીપાવાવમાં જે પણ જેટી વિકસાવવા આવશે, જેનું વહીવટી સંચાલન કંડલા પોર્ટ ટ્રસ્ટ કરશે તેમજ ઘોઘા તેમજ હજીરા બંદરેથી મોટી રો-રો ફેરી વેસલ ચાલુ કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં કંડલા બંદરેથી વિવિધ મોટા અને નાના બંદરોને રો રો ફેરી સર્વિસ દ્વારા જોડી શકાશે. કંડલા બંદરે ઉતરતા અને અન્ય સ્થળોએ મોકલવામાં આવતો માલસામાન ખૂબ જ સરળતાથી પરિવહન થઇ શકશે. માનનીય કેન્દ્રીય મંત્રીએ સારા સુચન બદલ અધ્યક્ષાનો આભાર વ્યકત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...