રજૂઆત:ઘઉંએ બગડી શકે તેવો કાર્ગો, ઉપયોગ લાયક પણ ન રહે તે પહેલા નિર્ણય લ્યો!

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંડલા કસ્ટમ બ્રોકર્સ એસો. એ કોમર્સ મીનીસ્ટ્રીને પત્ર પાઠવી સ્થિતિ જણાવી
  • કસ્ટમ અધિકારીઓ લોડીંગથી રોકી રહ્યા છે, 2 લાખ એમટી લોડ થવાનું બાકી

ઘઉંના એક્સપોર્ટ પર પ્રતિબંધ લદાયા બાદ કંડલા પોર્ટ પર પરિસ્થિતિ સતત વણસતી જઈ રહી હોય તેવો તાલ સર્જાયો છે. અંદાજે 20 લાખ ટન ઘઉંનો જથ્થો વેઈટીંગમાં છે ત્યારે કંડલા કસ્ટમ બ્રોકર્સ એસોસીએશન દ્વારા મીનીસ્ટ્રી ઓફ કોમર્સ અને ઈન્ડસ્ટ્રીને પત્ર પાઠવીને ઘઉંનો કાર્ગો પેરીશેબલ છે, જેથી તે કોઇના કામનો ન રહે તે પહેલા યોગ્ય નિર્ણય લેવા રજુઆત કરાઈ હતી.

કંડલા કસ્ટમ બ્રોકર્સ એસો. ના પ્રમુખ દિનેશ ગુપ્તાએ દેશના વાણીજ્ય મંત્રાલયને પત્ર પાઠવીને જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા ઘઉં નિકાસ પર ફોકસ કરાઈ રહ્યું હતું અને જે આધારે ત્રણ બર્થ પર પણ ઘઉંના લોડીંગ માટે જહાજોને પ્રાથમિકતા અપાઈ રહી હતી. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં કસ્ટમ અધિકારીઓ લોડીંગને રોકી રહ્યા છે.

સરકારના આ પ્રમોશન સાથે જોડાઈ જવા માટે ખેતર થી લઈને પોર્ટ સુધીની આખી મશીનરી સક્રિય થઈ ગઈ હતી. આ તેની સીઝન છે અને તેના કારણે 10 લાખ જેટલી રોજગારી ટ્રાન્સપોર્ટર્સ, હેંડલીંગ એજન્ટ્સ, સર્વે કંપની, બેગ્સ સપ્લાયર્સ સહિતના થકી પેદા થાય છે. હાલમાં આ તમામ સ્ટક થઈ જતા કોઇ ગતીવીધી થઈ નથી રહી. ઘઉંની ઉપયોગીતાનો સમય અલ્પ હોય છે ત્યારે આ પોલીસીનું રીવ્યુ કરીને તુરંત યોગ્ય નિર્ણય લેવાય તે આવશ્યક બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...