ગાંધીધામ લોહાણા મહાજનની કારોબારી સમિતિની મીટીંગ ચાવલા ચોક જૂની વાડી ખાતે મળી હતી. જેમાં મહાજન પ્રમુખ પરેશભાઈ ઠક્કરની અધ્યક્ષપદે વિવિધ એજન્ડા ઉપરાંત આગામી તા.23-3ના આવી રહેલી ચૈત્રી બીજ લોહાણા સમાજના ઇષ્ટદેવ દરિયાલાલની જન્મ જયંતી ઉજવણી સંદર્ભે આયોજન વ્યવસ્થા સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી.
ટ્રસ્ટી મંડળ વતી અશોકભાઈ ચંદન હાજર રહ્યા હતા. પૂર્વ પ્રમુખ મનસુખભાઈ કોડરાણી વિશેષ હાજર રહી ચૈત્રી બીજ ઉજવણી સંદર્ભે માર્ગદર્શન પૂરું પડ્યું હતું. સહિયર ગ્રુપ દ્વારા જ્ઞાતિના 12 વર્ષ સુધીના બાળકો માટે ક્વીઝ કોમ્પીટીશન, યુવક મંડળ દ્વારા સંસ્કૃતિક કાર્યક્રમના આયોજન અંગે વિગતો જણાવાઇ હતી.
ગાંધીધામ લોહાણા મહીલા મંડળના પ્રમુખ સાવિત્રીબેન અને ઉપપ્રમુખ ગોરીબેન દ્વારા ચૈત્રીબીજના દિવસે રક્ત પરીક્ષણ કેમ્પ ના આયોજન ની માહિતી આપી હતી. સાંજે રવાડી મુખ્ય બજાર થઇ ચાવલા ચોકથી ભાઈ પ્રતાપ સર્કલ સુધી જશે ત્યારબાદ મહાઆરતી, જૂનાગઢ ના પ્રખ્યાત કલાકારો રાજુભાઈ ભટ્ટ ગ્રુપ દ્વારા દરીયાલાલજી ના પ્રાગટ્ય અને ભજનોનો કાર્યક્રમ રજુ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.