ખતરાની ઘંટી:ધમધમતા ટાગોર રોડ પર સડી ગયેલા જોખમી વીજપોલ નોતરશે અકસ્માત

ગાંધીધામ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેટલાક સ્ટ્રીટપોલ ધરાશાહી થયા, તો અમુક હજુ લટકી રહ્યા છે

ગાંધીધામ આદિપુરને જોડતા ટાગોર રોડ પર કેટલાક વીજપોલ સડી અને નમી જતા તે ડીવાઈડર પરજ પડી ગયા છે અથવા તો રોડ સાઈડમાં રાખી દેવાયા છે. તો આવીજ પરિસ્થિતિ અન્ય કેટલાક ઉભેલા સ્ટ્રીટ પોલની પણ જોવા મળે છે. આ રોડ પર કોઇ પણ સમયે વાહનોનું સારુ એવું આવન જાવન રહે છે ત્યારે પડુ પડુ થતા આ પ્રકારના વીજપોલ નગરજનો માટે સંભવિત ખતરો અને જોખમી હોવાનો સુર ઉઠવા પામ્યો છે.

નોંધવું રહ્યું કે ભુકંપ બાદ પોર્ટ દ્વારા પોલ લગાવાય હતા. સમય જતા પાલિકાએ તેની લાઈટને બદલાવીને એલઈડી આરોપીત કરી હતી. પરંતુ આ તમામ વચ્ચે ક્ષારયુક્ત વાતાવરણ હોવાથી સતત પોલની બગડતી સ્થિતિ પર કોઇ ધ્યાન ન અપાતા હાલમાં ઘણા ઉભેલા પોલની સ્થિતિ પર પણ ધ્યાન આપવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ હોવાનું નગરજનો જણાવી રહ્યા છે.

રોટરી સર્કલ થી કોર્ટ સુધીના પટ્ટા પર લાઈટ બંધ રહેતા અંધકાર
ટાગોર રોડ પર રોટરી સર્કલ પર ત્રણ માર્ગો એકત્ર હોવાથી અને ત્યાંથી આગળ ડીસી 5, કોર્ટ અને એસપી કચેરી તેમજ આદિપુર તરફે રહેણાક વિસ્તાર પણ આવતો હોવાથી અકસ્માતો માટે જોખમીઑ સંભવિત વિસ્તાર બને છે. આજ વિસ્તારમાં એક પોલીસ કર્મચારીનું અકસ્માતમાં મોત થઈ જતા તે સ્થળે સ્પીડ બ્રેકર પણ લગાવાયા છે. પરંતુ દુર્ગાભાગ્યપુર્ણ રીતે આજ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઈટ સતત બંધ રહેતી હોવાનું અને તેના કારણે જોખમી આ એરીયામાં અંધકાર છવાઈ જતો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...