ગાંધીધામમાં ગૌવંશમાં ફેલાતા રોગો, વરસાદ બાદ માર્ગોની સ્થિતિ સહિતના પ્રશ્નોએ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા સુધરાઈની કાર્યપ્રલાણી પર ગંભીર આક્ષેપો કરતા ક્લેક્ટરને રજુઆત કરી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ સંજય ગાંધીએ રજુઆત કરતા જણાવ્યું કે લમ્પિ વાયરસના કારણે ગાયોના મોત થઈ રહ્યા છે, જાગૃત નાગરિકોએ ગૌવંશના મૃતદેહોને સાંજ સુધી કચેરીએ રોકી રાખ્યાની ઘટના બની નહતી, જરૂરી પગલાઓ અગાઉ જે ઉઠાવવા જોઇતા હતા જે નાગરિકોએ અવાજ બુલંદ કર્યા બાદ ઉઠાવાઈ રહ્યા છે. વરસાદના કારણે આરસીસીના માર્ગોમાં પાણી ભરાઈ ગયા છે, મલબો ભરાઈ રહ્યો છે ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે.
કોઇ કાયમી એન્જિનીયર પાલિકામાં નથી ત્યારે અધિકારી અને પદાધિકારીએ સ્થળ પર જોઇને ગુણવતા તપાસ કરવી જોઇએ પણ તેવું થતું જોવા મળતું નથી. પરંતુ આવી કઠીન સ્થિતિ વચ્ચે અધિકારીઓ રજામાં ઉતરી ગયાનું જોવા મળ્યુ છે. ઓસ્લો રોડ પર ખાડાઓ અને ફસાતા વાહનોને બહાર કાઢતા ટ્રાફિક વોર્ડનો રોજ જોવા મળે છે. આ સહિતના પ્રશ્નોએ ગંભીર પ્રયાસો કરાય તે જરૂરી બન્યું હોવાની માંગ તેમણે કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.