કાર્યવાહી:ડાભુંડા અને નારાણપરના બુટલેગરોની ભઠ્ઠી પર તવાઇ, દરોડામાં 30 હજારના મુદ્દામાલનો નાશ કર્યો

ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાપર તાલુકાના ડાભુંડા અને નારાણપરમાં લીસ્ટેડ બુટલેગરોની ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર સ્થાનિક પોલીસે તવાઇ બોલાવી રૂ.30 હજારના મુદ્દામાલનો નાશ કર્યો હતો પણ ત્રણે આરોપીઓ દરોડા સમયે હાજર મળ્યા ન હતા.

રાપર પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ ડી.એમ.ઝાલાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ડાભુંડાના લિસ્ટેડ બુટલેગર અજિતસિંહ મંગલસિંહ સોઢાના ઘરે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી રૂ.10,800 નો દારૂ બનાવવાનો 5400 લીટર આથો, રૂ.1200 નો દેશી દારૂ અને સાધનો મળી રૂ.13,200 નો મુદ્દામાલ નાશ કરાયો હતો. તો ડાભુંડા સીમમાં બાવળની ઝાડીમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી રૂ.10,000 નો 5 હજાર લીટર આથો, રૂ.1,200 નો તૈયાર દેશી દારુ અને સાધનો સહિત રૂ.11,400 નો મુદ્દામાલ નાશ કરી આરોપી કમલસિંહ અચલસિંહ સોઢા વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

તો નારાણપર ખાતે ધમધમતા બુટલેગર ધરમશી સામતભાઇ કોલીના દેશી દારૂના અડ્ડા પર દરોડો પાડી રૂ.5,400 ના મુદ્દામાલનો નાશ કરાયો હતો. હાજર ન મળેલા ત્રણે લિસ્ટેડ બુટલેગરો સામે ગુનો નોંધી પકડવા ચક્રો ગતિમાન કરાયા હતા. આ કામગીરીમાં ઇન્ચાર્જ પીઆઇ ઝાલા સાથે પીએસઆઇ જી.જી.ગઢવી સાથે રાપર પોલીસ મથકનો સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...