યુવાનોમાં દેશભક્તિની ભાવના જગાવવાનો પ્રયાસ:ભારતીય આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા સાયકલ રેલીનું આયોજન

ગાંધીધામ16 દિવસ પહેલા

ભારતીય આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)દ્વારા રાષ્ટ્રીય એકતા અંગે જાગૃતિ લાવવા માટે એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે 13 ઓક્ટોબર, 2022થી 13 નવેમ્બર 2022ના નીકળી 2112 કિલોમીટરનું અંતર કાપી 13મી નવેમ્બર 2022ના રોજ બીએસએફના પ્રાદેશિક મુખ્યાલય ભુજ(ગુજરાત) પહોંચશે. આ રેલીમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના કુલ 18 સાઈકલ સવારોએ ભાગ લીધો હતો. આ રેલી જમ્મુથી શરૂ થઈ અને પંજાબ, રાજસ્થાન અને ગુજરાત રાજ્યોના સરહદી વિસ્તારો થઈને ભુજ પહોંચશે.

રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં દેશભક્તિની ભાવના જગાવવાનો, તેઓને આરોગ્ય અને સ્વચ્છ ભારત માટે જાગૃત કરવાનો છે. આ ઉપરાંત યુવાનોને રાષ્ટ્ર સેવા માટે આર્મી અને પોલીસ ફોર્સમાં જોડાવા પ્રોત્સાહિત કરવાના છે. આજે 12મી નવેમ્બરે સાયકલ રેલી રાપરથી નીકળી ચિત્રોડ, સામખિયાળી,ભચાઉ થઈ ગાંધીધામ પહોંચી હતી. આ ઉપરાંત આ સાયકલ રેલી માર્ગમાં જ્યાં પણ પસાર થઈ ત્યાં સ્થાનિક લોકો અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તેનું જોરદાર સ્વાગત કરવામાંઆવ્યું હતું.

આ પ્રસંગે BSF કેમ્પ ગાંધીધામ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગાંધીધામના મહાનુભાવો અનંત સિંઘ, ડેપ્યુટીઈન્સ્પેક્ટર જનરલ પ્રાદેશિક મુખ્યાલય ભુજ, સંજય અવિનાશ, કમાન્ડન્ટ અને જી.આર.સિંઘ, કમાન્ડન્ટે ભાગ લીધો હતો. તેની યાત્રાના છેલ્લા સ્ટોપમાં આ રેલી 13નવેમ્બર 2022 ના રોજ ભુજ માટે રવાના થશે, જ્યાં તે કુલ 2117 કિલોમીટરની યાત્રાપૂર્ણ કરશે. આ પ્રસંગે ગાંધીધામ પાલિકા પ્રમુખ ઈશિતાબેન ટિલવાણી તથા બીએસએફના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...