કેરળના સ્થાપના દિનની ઉજવણી:આદિપુર ખાતે ઓલ ઇન્ડિયા મલયાલી વેલફેર એસોસિએશન દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન; મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલી અપાઈ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કેરળના 66માં સ્થાપના દિવસની આદિપુર ખાતે ઓલ ઇન્ડિયા મલયાલી વેલફેર એશોસિએશન, કચ્છ મલ્યાલી વેલફેર એશોસિએશન અને મલયાલમ મિશન ઝોન વન દ્વારા સંસ્થાના સભાખંડમાં ઉજવણી કરાઈ હતી સાથે સાથે કેરળ રાજ્યના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભવ્ય આયોજન બદલ સંસ્થાના પદાધિકારીઓને અભિનંદન આપ્યા હતા. ઝુલતાં પુલ હોનારતના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.

કેરળના સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી
આ કાર્યક્રમના અતિથિ વિશેષ કચ્છ આર્ટ ટીચર એશોસિએશનના પ્રમુખ બૂજી બાબુ ડોંગા તેમજ માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનિચાએ ઉપસ્થિત રહી કેરળના સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી હતી. કેરળની સંસ્કૃતિ, સભ્યતા અને સંસ્કારને કચ્છમાં સતત જીવંત રાખવા બદલ શુભકામના પાઠવી હતી. ગોવિંદ દનિચાએ કેરળના પર્વતો-નદીઓ, વહેતા કુદરતી ઝરણાંઓ તેમજ નાળિયેરના ઝાડના કારણે તેને ખરેખર ગોડ્સ ઓઉન કન્ટ્રી તરીકે ઓળખાવ્યું હતું.

ઝુલતા પુલ હોનારતના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ
આ પ્રસંગે બુજી બાબુ ડોંગા, નારાયણ ટ્રસ્ટના સેક્રેટરી એન. રાજન તેમજ કે.જી. મોહને આ ભવ્ય આયોજન બદલ સંસ્થાના પદાધિકારીઓને અભિનંદન આપ્યા હતા. કાર્યક્રમના આરંભમાં મોરબી ઝુલતાં પુલ હોનારતના મૃતકોને બે મિનિટનો મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી. મલયાલમ ભાષાના પ્રચાર, પ્રસાર અને વિકાસ માટેના શપથ પણ લેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજનમાં પ્રમુખ વી. પી. કે ઉની મેનન, વિજય કુમાર એસ., નંદ કુમાર નાયર, સત્યનાથન, સુરેન્દ્નનાથ , શરદ ચંદ્ર નાયર, લતા મેનન, ગણેશભાઇ, મુરલી નાયર, પ્રશ્નના નાયર, સુમા મોહન, ભાનુજા નાયર તેમજ એશોસિએશનના સભ્યોએ જયમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...