કામગીરી:જંગીમાં પરિણીતાને મરવા મજબુર કરનાર સાસરિયા સામે ફોજદારી

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તા.18/5 ના ગળે ફાંસો ખાઇ અંતિમ પગલું ભર્યા બાદ તેના પિતાએ નોંધાવી

ક્રાઇમ રિપોર્ટર | ભચાઉ તાલુકાના જંગી ખાતે તા.18/5 ના રોજ ગળે ફાંસો ખાઇલેનાર પરિણીતાના પિતાએ પતિ સહીત ચાર સાસરીયા વિરુધ્ધ પોતાની દિકરીને મારી નાખવા મજબૂર કરી હોવાની ફરિયાદ સામખિયાળી પોલીસ મથકે નોંધાવી છે. જંગીના ડાંગરવાસમાં રહેતા 55 વર્ષીય રામાભાઇ હરજીભાઇ કોલીએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ઼ હતું કે તેમની પુત્રી રમીલાબેનના લગ્ન વર્ષ-2015 માં ગામના કોલીવાસમાં રહેતા નાનજી મોમાયા કોલી સાથે કરાયા હતા.

અઢી વર્ષ તેનો ઘર સંસાર બરોબર ચાલ્યા બાદ તે દર ચાર છ મહિને રીસામણે આવતી અને તેનો પતિ તું અમને ગમતી નથી કહી અવાર નવાર મારકુટ કરે છે તેમજ તેના જેઠ જેઠાણી, સાસુ પણ માનસીક અને શારીરિક ત્રાસ આપતા હોવાની ફરીયાદો કરતી હતી. તા.18/5 ના રોજ તેમની પુત્રી રમીલાબેને ગળે ફાંસો ખાઇ અંતિમ પગલું ભરી લીધું હતું.

હોસ્પિટલમાં પણ તેમના જમાઇ નાનજી અને તેના પરિવારજનોએ તમે મળી શક્શો નહીં સારવાર ચાલુ હોવાનું જણાવ્યું હતું. મૃતક રમીલાબેનના પિતાએ જમાઇ નાનજી મોમાયા કોલી, રમીલાબેનના સાસુ શાંતિબેન મોમાયા કોલી, જેઠ પ્રભુ મોમાયા કોલી અને જેઠાણી નિતા પ્રભુ કોલી વિરુધ્ધ પોતાની દીકરીને મરવા મજબુર કરાઇ હોવાની ફરિયાદ સામખિયાળી પોલીસ મથકે નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...