ગળપાદરના લિસ્ટેડ બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરી એલસીબીએ વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કર્યો હતો. એલસીબી પીઆઇ એમ.એન.રાણાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, જિલ્લામાં દારૂની બદી નેસ્ત નાબૂદ કરવા કડક પગલાં ભરવાની એસપી મહેન્દ્ર બગડીયાની સૂચના મુજબ, ગળપાદરની બાગેશ્રી પામ સોસાયટીમાં રહેતા લિસ્ટેડ બુટલેગર શિવરાજસિંહ મદનસિંહ શેખાવત વિરૂધ્ધ અંજજાર, ગાંધીધામ એ-ડિવિઝન, કંડલા મરિન તથા સામખિયાળી પોલીસ મથકે મોટા જથ્થાના દારૂના ગુના દાખલ થયા હોઇ તેના વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી કચ્છ કલેક્ટરમોકલી અપાઇ હતી. કચ્છ કલેક્ટરે આ દરખાસ્ત મંજૂર કરી વોરંટ ઇશ્યુ કરતાં શિવરાજસિંહની પાસા હેઠળ અખટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ મોકલી અપાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.