ગાંધીધામ કોર્ટે ગ્રાહકનું વીજ મીટર રી-સ્ટોર કરવાનો વચ્ચે ગાળાનો પી.જી.વી.સી.એલ.ને ધાક બેસાડતો હુકમ કર્યો હતો. આ કામે કેસ ની ટુંકી હકીકત એમ છે કે, ભારતનગરના ચામુંડાનગરમાં પતરાવાળા કાચા રુમમાં વર્ષ-2005 થી રહેતા અજીતસિંહ ઠાકુરના રૂમમાં પી.જી.વી.સી.એલ નું વીજ મીટર પહેલાથી જ લાગેલું હતું જે મીટ૨ નું બીલ ન આવતા તેમણે પી.જી.વી.સી.એલ ઓફીસ, ગાંધીધામ માં વારમ વાર બીલ આવતું નથી તે બાબતે ૨જુઆત કરતા હતા
અને વર્ષ-2013 માં પી.જી.વી.સી.એલ ના કર્મચારી દ્વારા વીજ ચેકીગ કરવામાં આવતા તેમને પણ વાદીએ જણાવેલ કે લાઈટ નું બીલ આવતું નથી, ત્યાર બાદ છેલ્લે વર્ષ 2019 માં એક સાથે વાદી ને રૂા.90,550 નું બીલ તથા વ્યાજ રૂા.1,24,600 મળી કુલ્લ રૂા.2,15,150 નું લાઈટ બીલ ન ભરતા વીજ મીટર કાપી નાખ્યું હતું અને એક મહીનાથી વાદી પી.જી.વી.સી.એલ ની ઓફીસે ધકકા ખાતા જણાવેલ કે, લાઈટ બીલ વ્યાજ સાથે પુરી રકમ ભર્યા બાદ જ નવું વીજ મીટર આપવામાં આવશે.
ત્યાર બાદ વાદી દ્રારા ગાંધીધામ કોર્ટમાં પી.જી.વી.સી.એલ. પ૨ વીજ મીટર રી-સ્ટોર કરવા વકીલ હિંમત એન.ડુંગરાણી મારફતે વ્યાજ માફ કરવાનો દાવો દાખલ કરતા મેજિસ્ટ્રેટ પી.વી.ધીમર સમક્ષ વાદી તરફે વકીલ ડુંગરાણીએ વચ્ચગાળાની અરજી ની દલીલ કરેલ કે, હાલના દાવાને નિકાલ થતા ખુબ સમય લાગે તેમ છે, તથા હાલના યંત્ર યુગમાં લાઈટ વિના જીવન જીવવું અશકય છે,
તથા સામાન્ય વ્યકતિ ના લાઈટ તથા પાણી એ ભારતીય બંધારણ ના મુળભુત હકકો જે આર્ટીકલ-21 મુજબ જીવન જીવવાની સ્વંત્રતા ના હકકો માં સમાવેશ થાય છે તેવી દલીલો તેમજ નામદાર સુપ્રિમ કોર્ટ, હાઈકોર્ટના વગેરે ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલો કરતા જે દલીલો ને ધ્યાને લઈ વાદી ને મુળ રકમ ના 50 ટકા રકમ ભરવાની શરતે તાત્કાલીક વીજ મીટર રો-સ્ટોર કરવાનો ધાક બેસાડતો હુકમ સંભળાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.