કોરોના સંક્રમણ:ગોપાલપુરી અને રેલવે કોલોનીમાં કોરોના કેસ વધ્યા, જિલ્લામાં કુલ 24 નવા કેસોમાં ગાંધીધામના 15

ગાંધીધામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કુલ સક્રિય કેસ 146 થયા

ગાંધીધામમાં મંગળવારે સર્વાધિક કોરોના કેસ પોઝિટિવ આવ્યાનું નોંધાયું હતું. જિલ્લાભરમાં 24 નવા કેસ નોંધાયા હતા, જેમાં 15 ગાંધીધામમાં હતા. તો નવા 24 કેસની સામે 24 લોકો સાજા થઈ જતા ડિસ્ચાર્ચ પણ જાહેર કરાયા હતા.

મંગળવારે પ્રશાસને સતાવાર બહાર પાડેલી યાદીમાં જણાવાયું કે અંજાર અને ભચાઉમાં એક એક, ભુજમાં બે, ગાંધીધામમાં 15, મુંદ્રા અને નખત્રાણામાં એક એક તેમજ રાપરમાં ત્રણ નવા કોરોના કેસ આવ્યા હતા. આ સાથે જિલ્લામાં કુલ સક્રિય કેસનો આંકડો 146ને સ્પર્શી રહ્યો છે. તો બીજી તરફ ગાંધીધામમાં કુલ સક્રિય કેસનો આંક 40થી વધુ થઈ ગયો છે.

સુત્રોએ જણાવ્યું કે ગાંધીધામમાં રેલવે કોલોની, પોર્ટ કોલોનીમાં વધતા કેસો ચીંતાનો સબબ છે, તો પોતાની ડ્યુટી જોઇન કરવા આવતા કૃ સભ્યોનું પોઝિટિવ આવવાનો સીલસીલો પણ વધવા પામ્યો છે. જેથી સહુ બહારથી આવતા લોકો ધ્યાન રાખીને દુરી બનાવી રાખે તે જરૂરી બન્યુ છે. તો હજી પણ જેમણે કોરોના વેક્સિનના કોઇ ડોઝ બાકી હોય તે લઈ લેવા આરોગ્ય અધિકારીએ અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...