રોડ-રસ્તા મુદ્દે લોકોમાં રોષ:ગાંધીધામમાં કુપોષિત બાળકોને કિટ વિતરણ કાર્યક્રમમાં વિવાદ, ગ્રામજનોએ ગેટ પર તાળાબંધી કરી

ગાંધીધામ13 દિવસ પહેલા

ગાંધીધામના મહેશ્વરીનગર વિસ્તારમાં ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન તથા ભાજપના અગ્રણીઓ, કાઉન્સીલરો કારોબારી ચેરમેન વગેરેને ગટરના પાણી ઘરમાં ​​​​​​​ભરાવાની તથા રોડ રસ્તાઓના મુદ્દે નારાજ પ્રજાજનોએ સ્કુલમાં જ તાળાબંધી કરવાની કોશીષ કરી હતી. પરંતુ શાળાનો પાછળનો દરવાજો ખુલ્લો હતો જેથી આ અગ્રણીઓ ત્યાંથી નીકળી શક્યા હતા. આ અંગેનો વીડિયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે. બનાવ બાદ સંબંધિત સ્થાનિક આગેવાનને સમજાવવાના પ્રયાસો કર્યા હતા. જેને પગલે મામલો થાળે પડતાં સમાજવાડીના ગેટનું તાળું ખોલી દેવામાં આવ્યું હતું.

વિકાસકામોના મામલે લોક વિરોધનો સામનો કરવાની ફરજ પડી
ઘટના અંગે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, મહેશ્વરીનગરમાં મહેશ્વરી સમાજવાડીમાં કુપોષિત બાળકોને કિટ વિતરણના કાર્યક્રમ દરમિયાન બનાવ બન્યો હોવાનો સ્વિકાર કરવાની સાથે સ્થાનિક આગેવાનને સમજાવતા મામલો થાળે પડી ગયો હોવાનું કહ્યું હતું. અલબત ધારાસભ્ય સહિતને વિકાસકામોના મામલે લોક વિરોધનો સામનો કરવાની ફરજ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...