પુર્વ પ્રધાનમંત્રી સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિની ગાંધીધામ અને કંડલામાં કોંગ્રેસ દ્વારા અનેક વિધ પ્રવૃતિઓ હાથ ધરી હતી. સેક્ટર 5માં 150 કેબીનોમાં વીજ જોડાણ અપાયું હતુ તો કંડલામાં છાસ વિતરણ કાર્યક્રમ પણ યોજાયો હતો. અલગ થતા કાર્યક્રમોમાં જુથબંધી દેખાઇ હતી.
ગાંધીધામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા છબીને ફૂલહાર કરીને કંડલા ખાતે છાશ વિતરણ કરાયું હતુ. તો ગાંધીધામ પાલિકના વોર્ડ નં. 12ના સેક્ટર 5માં 150 કેબીનોને વીજજોડાણ અપાવીને ગાંધીધામ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિશિષ્ટ શ્રદ્ધાંજલ્ળી અર્પણ કરાઈ હતી. જેમાં ઓસમાણ ગની માંજોઠી, પ્રમુખ વાલજીભાઈ દનીચાએ સ્વીચ દામી ઉદઘાટન કર્યું હતું. આ માટે સ્થાનિકો દ્વારા વિપક્ષ નેતા અને સ્થાનિક નગરસેવક સમીપ જોશી પરત્વે આભાર વ્યક્ત કરાયો હતો.
જેમાં જગદિશ ગઢવી, નિલેશભાઈ ભાનુશાળી, વિપુલ મહેત, પરબત ખાયના, પ્રેમ પરિયાણી, બળદેવ ઝાલા,રાધાસિંહ ચૌધરી સહિતના ઉપસ્થિત રહ્યા હ્તા. બીજી તરફ કંડલામાં યોજાયેલા છાસ વિતરણ સહિતના કાર્યક્રમોમાં શહેર પ્રમુખ સંજયભાઈ ગાંધી,તાલુકા પ્રમુખ માજોઠી,માજી ધારાસભ્ય દનિચા, ચેતનભાઇ જોશી, ભરતભાઈ સોલંકી, દશરથસિંહ ખગારોત સહિતના ઉપસ્થિત રહ્યા હોવાનું મહામંત્રી લતીફ ખલીફાએ જણાવ્યું હતું. શહેર પ્રમુખ ગાંધીએ સ્લીપર સેલને વિજયી બનવા નહી દેવાય તેમ જણાવાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.