તપાસ:મુન્દ્રાના CFSમાં ATS દ્વારા ડ્રગ્સની બાતમીના આધારે કન્ટેનરની તપાસ

ગાંધીધામ,મુન્દ્રા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુબઈના જેબર અલીથી ટેક્સટાઈલ્સ હોવાનું ડિક્લેર કરીને ઈમ્પોર્ટ થયુ હતું
  • અંદાજે 8 કરોડનું દોઢથી બે કિલો કેફી દ્રવ્ય જપ્ત કર્યાનો અંદેશો વ્યકત કરાયો

દુબઈથી ગત રોજ મુંદ્રા આવી પહોંચેલા એક કન્ટેનરની સીએફએસમાં એટીએસની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર કન્ટેનર ટેક્સટાઈલ્સ સબંધિત કાર્ગો હોવાનું ડિક્લેર કરાયું હતું, પરંતુ તેમાં ડ્રગ્સ ઘુસાડીને લવાતું હોવાના ઈનપુટ મળતા એટીએસની ટીમ મુંદ્રા પર ધસી જઈને તપાસ આદરી હતી, મોડી રાત્રે કંટૅનરમાંથી ઈનપુટ અનુસારના ડ્રગ્સનો જથ્થો મળવાની શરૂઆત થઈ ચુકી હોવાનું જાણવા મળે છે, તપાસનીસ એજન્સીના સુત્રોએ તે માટે લેબોરેટરી ટેસ્ટ સહિતની પ્રક્રિયાઓમાંથી પસાર થયા બાદ સતાવાર જાહેરાત કરાશે તેમ જણાવ્યું હતું. જોકે, અંદાજે 8 કરોડનું દોઢથી બે કિલો કેફી દ્રવ્ય જપ્ત કર્યાનો અંદેશો સૂત્રો દ્વારા વ્યકત કરાયો હતો.

દુબઈના જેબર અલી પોર્ટથી નિકળીને મુંદ્રાના એમઆઈસીટી ટર્મીનલ પર કન્ટેનર ગત સપ્તાહે આવી પહોંચી હતું. જેમાં ટેક્સટાઈલ એટલે કાપડની ગાંસડીઓ હોવાનું ડિક્લેર કરાયું હતું, પરંતુ તેમાં ડ્રગ્સ અથવા તો વિસ્ફોટક હોવાની બાતમી મળતા એટીએસની ટીમ સોમવારે સ્થળ પર ધસી ગઈ હતી અને ઓલ કાર્ગો સીએફએસમાં કન્ટેનરને ખોલીને તના કાર્ગોની બારીકાઈ પુર્વક તપાસ હાથ ધરી હતી. સાંજ સુધીમાં કશુ બાતમી અનુસારનું ન મળ્યાની વાત રાત થતા સુધીમાં વટલાઈ હતી અને કેટલોક શંકાસ્પદ ડ્રગ્સ જેવો જથ્થો મળ્યાનું બહાર આવવા પામ્યું હતું.

જોકે, હજી પણ તપાસ પુર્ણ નથી થઈ અને જપ્ત કરાયેલા સેમ્પલનું લેબ ટેસ્ટ પણ બાકી છે ત્યાં સુધી આ અંગે કોઇ સતાવાર જાહેરાત કરવાથી અધિકારીઓ બચી રહ્યા છે. મુંદ્રામાં ગત વર્ષે સમગ્ર દેશને હલબલાવી નાખનાર 21 હજાર કરોડની કિંમતની ત્રણ હજાર કિલો હેરોઈન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો, તો ત્યારબાદ પણ ગાંજો અને ડ્રગ્સનો જથ્થો મુંદ્રા અને કંડલા પાસેથી પકડાવાની ઘટના બનતી રહી હતી, ત્યારે વધુ એક આ પ્રકારનું પ્રકરણ સામે આવતા ચકચાર પ્રસરવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...