પાલિકાએ ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરી:શેલ્ટર હોમનું સંચાલન સોંપવામાં સતત મોડુ, પ્રક્રિયા પર ઉઠતા સવાલ

ગાંધીધામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોલો, જે કામ માટે રુપીયો નથી આપવાનો તે કામનું ટેન્ડર બહાર પડાયું
  • અગાઉથીજ​​​​​​​ સ્વ ખર્ચે અને સેવાર્થે ચલાવવા સામાજિક સંસ્થાએ રસ દાખવ્યો છતાં ટેન્ડર બહાર પડાયું

ગાંધીધામ નગરપાલિકામાં ટેન્ડર બહાર પડાયા વિનાજ કામો અપાતા હોવાની ફરિયાદો વિપક્ષ ઉઠાવતું રહ્યું છે, ત્યારે આવા કરોડોના કામો અપાયાના આક્ષેપ વચ્ચે જે કામમાં કોઇ રુપીયો નથી આપવાનો તે શેલ્ટર હોમના સ્વ ખર્ચે સેવાર્થે ચલાવવા પાલિકાએ ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરી છે.

ગાંધીધામથી ન માત્ર દેશનું નં. 1 સરકારી પોર્ટ ડીપીએ, કંડલા પણ મુંદ્રા પોર્ટનું કામ પણ ઘણા અંશે હેંડલ થાય છે, આ સીવાય પણ વિકસેલા ટ્રાન્સપોર્ટ, ટિમ્બર, મીઠા જેવા ઉધોગોના કારણે પરપ્રાંતીય મજુરો તેમજ અન્ય જિલ્લાઓથી પણ રોજગારીની તલાશમાં આવતા લોકોની સંખ્યા વધુ રહે છે. ત્યારે સૌથી વધુ જરૂરીયાત જ્યાં શેલ્ટર હોમ જેવી વ્યવસ્થાની હતી તે ગાંધીધામ નગરપાલિકા દ્વારા અત્યાર સુધી છેવાડાના માનવી માટેની આ વ્યવસ્થા અંગે કોઇ ઠોસ્સ કાર્યવાહી હાથ ધરી હોવાનું પ્રતિત થતું નહતું, ત્યારે અલગ યોજના અંતર્ગત આવેલી ગ્રાંટથી ગાંધીધામ નગરપાલિકા સામેજ શેલ્ટર હોમનું નિર્માણ કરાયા બાદ તેનું મોટા ઉપાડે ચુપચાપ ઉદઘાટન પણ કરી દેવાયું હતું. પરંતુ ત્યારબાદ હજી સુધી તેનો લાભ ઘર વિહોણાને પ્રાપ્ય થતો નથી કેમ કે તેનું સંચાલન કોઇને અપાયું નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં સેવા ક્ષેત્રે અગ્રેસર સંસ્થા દ્વારા આ માટે સામે ચાલીને રુચી પણ દાખવાઈ પરંતુ જેમાં પ્રત્યક્ષ રુપે કોઇ ખર્ચ પાલિકાને કરવાનો નથી અને સંસ્થા દ્વારા સ્વખર્ચેજ લોકોની સેવાના ઉદેશ્ય સાથે કામ કરવાનું છે તે કાર્ય માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. હજી સુધી આ પ્રક્રિયા પુર્ણ નથી થઈ ત્યારે રોડ પર સુવા મજબુર લોકોને હંગામી છત મેળવવા પણ વધુ રાહ જોવી પડશે તેવું પ્રતિત થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...