કોંગ્રેસનું બંધ એલાન:મોંઘવારી મુદ્દે ગાંધીધામમાં કોંગ્રેસનો હલ્લાબોલ, શહેરની મોટાભાગની દુકાનો બંધ રહી

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશમાં મોંઘવારી મજા મૂકી છે અને બેરોજગારી સહિત તમામ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત બંધને એલાન કરવામાં આવ્યું હતુ. જે અનુસંધાને ગાંધીધામ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ગાંધીધામ શહેર વેપારીઓ અને પોતાના ધંધા બંધ કરીને સંપૂર્ણ રીતે સહકાર આપ્યો હતો. કેમ કે મોંઘવારી ગરીબ મધ્યમ વર્ગ અને વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને બહેનોને પોતાનું ઘર ચલાવવું મુશ્કેલ બન્યો છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા આ મુદ્દે લડત આપી હતી. ગાંધીધામના વેપારીઓ દુકાનો બંધ કરી તે બદલ કોંગ્રેસ પાર્ટી દ્વારા સર્વે વેપારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસના કાર્યકરો બંધના એલાનને સફળ બનાવવા હાજર રહ્યા
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ યજવેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ સંજયભાઈ ગાંધી, તાલુકા પ્રમુખ ગનીભાઈ માજોઠી, માજી ધારાસભ્ય વાલજીભાઈ દનિચા, મહામંત્રી લતીફ ખલીફા નરેશભાઈ પહેલવાન, શેરબાનુ ખલીફા, અમૃતા દાસ ગુપ્તા, રાધા સિંહ ચૌધરી, ઉમાબેન સેની, જ્યોતિબેન બાલાસા, કોકીલાબેન ઘેડા, બિંદુબેન યાદવ, ભરતભાઈ સોલંકી, ગોવિંદભાઈ દનિચા, નિલેશભાઈ લાલણ, જગદીશભાઈ ગઢવી, અમિતભાઈ ચાવડા, ખીમજીભાઈ થારૂ, કપિલભાઈ પાંધી, દશરથસિંહ ખેંગારોત, વિપુલભાઈ મહેતા, નવીનભાઈ અબચુગ, પરબતભાઈ ખટાણા, ભાવનાબેન ભાટી, સુમનબેન ટાક, મનીષભાઈ ભાટીયા, અબેઝ ભાઈ યેશુદાસ, અરૂણભાઇ હાલાણી, ધનરાજસિંહ ખલાસા, એસ.કે. રાણા, આર .એલ. નાગવાડીયા, સિકંદર રાય કિરીટભાઈ વણકર વગેરે મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...