વાહનચોરો બન્યાં બેફામ:અંજારમાં વધતા વાહનચોરીના બનાવોને કારણે લોકોમાં ચિંતાનો માહોલ, પાર્ક કરેલાં વાહનોની ઉઠાંતરી

ગાંધીધામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

પૂર્વ કચ્છમાં તેમા પણ ખાસ કરીને ગાંધીધામ, આદિપુર, અંજારમાં વાહન ચોરીનાં બનાવો વધ્યા છે. ત્યારે અંજાર સરકારી હોસ્પિટલના પ્રાંગણમાંથી તસ્કરોએ તબીબના બાઇકની ચોરી કરી નાસી ગયા હતા. અંજારની પેટા જિલ્લા હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. અંબરીશ રતનકુમાર વશિષ્ઠે ચોરીના આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ કરી હતી. તબીબે હોસ્પિટલના પ્રાંગણમાં ગઈકાલે સવારે બાઇક મુક્યું હતું. બાદમાં બપોરે બે વાગ્યે આ તબીબ બહાર આવ્યા ત્યારે પ્રાંગણમાંથી તેમનું વાહન ગૂમ જણાયું હતું. તેમણે પોતાના મિત્ર વર્તુળમાં તપાસ કરતાં ક્યાંય બાઇક ન મળતાં તેમણે ફરિયાદ નોંધાવી હતી.

તો બીજી તરફ અંજારના મેઘપર બોરીચીનાં મુરલીધર કૃપા 2માં રહેતા ઈલાક્ષીબેન અશોકકુમાર સોલંકીએ અંજાર પોલીસ મથકે ફરીયાદ નોંધવતા જણાવ્યુ હતુ કે, તેઓ પોતાનાં વતન ગયા હતા અને તા. ૭ સપ્ટેમ્બરના રોજ પરત આવીને જોયું તો ઘર આગળ પાર્ક કરેલું વાહન જોવા મળ્યું ન હતું. બનાવને પગલે પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...