માનવતા ગ્રુપની સરાહનીય કામગીરી:ગાંધીધામમાં સીલાઈ તાલીમ વર્ગની પૂર્ણાહુતિ; બહેનોને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ તાલુકાના કિડાણાની શ્રીરામ સોસાયટી અને સોમૈયા સોસાયટીમાં માનવતા ગ્રુપ દ્વારા ત્રણ માસ ચાલેલા સીલાઈ તાલીમ વર્ગની પૂર્ણાહુતિ પ્રસંગે બહેનોને તાલીમ પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

બહેનો સ્વ-નિર્ભર બનશે
ગાંધીધામ કિડાણા સોસાયટીમાં પ્રમાણપત્રોનું વિતરણ પ્રસંગે માનવતા ગ્રુપ દ્વારા સમગ્ર કચ્છમાં સર્વ ધર્મ સમભાવલક્ષી સામાજિક કાર્યો થઈ રહ્યા છે. તેની સરાહના કરવામાં આવી હતી. સાથે-સાથે બહેનો વિવિધ તાલીમો મેળવે તે સમયનો તકાજો છે. બહેનો સ્વનિર્ભર બનશે તો સમાજ સ્વયં સફળતાના શિખરો સર કરશે તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે મેઘજી ચાવડા, દિલીપ ચાવડા, હિતેશ શામળીયા, પાંચા સોલંકી, જેમલ પરમાર, પ્રેમજી સાચલા, ખીમજી સાચલા, મોહન સાંચલા, ધનજી સાંમળીયા, મગન પરમાર, નાગશી નોરીયા, મોહન મહેશ્વરી, જેસંગ મકવાણા, હુસેન જામ, શાંતા પરમાર, તારા મહેશ્વરી, હંસા ધુવા, હંસા ફુફલ, સંગીતા સાચલા, ઉર્મિલા ધૂવા તેમજ પુરબાઈ કટુવા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

તાલીમ દ્વારા હજારો બહેનોએ પ્રગતિ કરી
માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનીચાએ ઉપસ્થિત અતિથિઓને આવકાર્યા હતાં. માનવતા ગ્રુપ દ્વારા વિવિધ જગ્યાએ વિવિધ પ્રકારની સ્વરોજગારલક્ષી તાલીમો દ્વારા હજારો બહેનોએ પ્રગતિ કરી છે અને તેના ઉદાહરણ પૂરા પાડ્યાં હતા. તેમણે માનવતા ગ્રુપ સંચાલિત તાલીમ કેન્દ્રોમાં વધુમાં વધુ બહેનોને જોડાવવા આહવાન કર્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ સંગીતાબેન અને ખીમજીભાઇએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...