ગાંધીધામમાં નોંધાયેલા ચોરીના કેસમાં આરોપીઓને છાવરાતા હોવાની ફરિયાદ એસપી અને આઈજી સમક્ષ કરાઈ હતી. ગાંધીધામના જીતેંદ્ર શંકરભાઈ વઝીરાણીએ અરજી કરતા જણાવ્યું કે આદિપુર પોલીસ મથકે બાલાજી પોલીમર્સમાં તાળા તોડીને પ્રવેશ કરીને બે ટ્રક મરીને 4.56 લાખની ચોરી કર્યાની ફરિયાદ દાખલ થયેલી છે.
આ ગુનાહિત કાવત્રામાંની તપાસ યોગ્ય રુપે ન કરીને મોટા માથા અને આર્થિક સદ્ધર આરોપીઓને છાવરવામાં આવતા હોવાની અરજી કરાઈ હતી. પત્રમાં જણાવ્યા અનુસાર આરોપીઓ મિલકત તોડે છે તેવી સ્પષ્ટ સીસીટીવી ફુટેઝ પણ અમલદારને અપાઈ છે, પરંતુ તે છતાં આરોપીઓની ધરપકડ કરાઈ નથી. આ અંગે એસપી સમક્ષ પણ રુબરુ રજુઆત કરાઈ છે.
આરોપીઓ મિલકત પડાવી લેવા માંગતા હોવાથી પોલીસે ગંભીર રુપે કાર્યવાહી કરવી જોઇએ તેવી રજુઆત કરી હતી. ફરિયાદીએ ખાતાકીય તપાસ માટે ડીઆઈજી, ભુજ અને ગુજરાત પોલીસ સ્ટેટ કમ્પલેઈન ઓથોરિટીના દ્વાર ખખડાવ્યા છે ત્યારે ફરિયાદી અને તેના પરિવારને નુકશાન પહોંચે તેવી શક્યતા પણ વ્યક્ત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.