મથામણ અને આશા:રામલીલા મેદાનમાં સફાઈ ફરી શરૂ, સપ્તાહમાં થઈ જવાનો દાવો

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાને પ્લોટ મુકવો નથી, સીજીએસટીને બગીચો બનાવવો છે
  • અગાઉ આપેલા કામનું બિલ પાલિકાની બોડીએ નામંજૂર કરતા, દરબાર વેસ્ટને વર્ક ઓર્ડર અપાયો

ગાંધીધામના પ્રાઈમ લોકેશન પર આવેલા રામલીલા મેદાન કે જ્યાં અગાઉ શહેરના તમામ તહેવારો મોટા પાયે ઉજવાતા તે આજે કચરાની ડમ્પીંગ સાઈટ બની ગયું છે. તેને કચરાની ખાલી કરાવવા અને સાફ કરાવવા સ્થાનિક, કાયદાકીય સહિતના સ્તરે વિવિધ ક્ષેત્રના લોકો સક્રિય હતા. હવે તે પ્રયાસો સફળતા તરફ આગળ વધી રહ્યા હોય તેવો આશાવાદ જન્મવા પામ્યો છે. રામલીલા મેદાનથી સતત કચરો ઉપાડવાનું કામ ફરી શરૂ થઈ ગયું છે, અને જો કોઇ મોટી બાધા ન આવે તો સપ્તાહમાંજ તે પુર્ણ થઈ જશે તેવો દાવો પાલિકા પ્રશાસન કરી રહ્યું છે.

રામલીલા મેદાનમાં કચરો ઠાલવવાના ભારે વિરોધ વચ્ચે આખરે પાલિકાએ કચરો ઉઠાવવાની ફરી શરૂઆત કરી દીધી છે. આ અગાઉ એક એજન્સી દ્વારા કામ શરૂ કર્યા બાદ બીલ રજુ કરાતા ઉઠાવવામાં આવેલો કચરો તેજ એજન્સીએ નાખેલો હોવાનું કહીને બોડીએ તેને નામંજુર કરી દેતા કામ સપ્તાહ જેટલુ ચાલ્યા બાદ બંધ કરી દેવાયું હતું. ત્યારબાદ તાજેતરમાં મળેલી કારોબારી બેઠકમાં અગાઉ મંગાવાયેલા ટેન્ડરમાંથી મેદાન સાફ કરવાનો વર્કઓર્ડર અપાતા ફરી કામ ફરી શરૂ થયું છે. મેદાનમાંથી ઉઠતી દુર્ગધ આજે પણ તે માર્ગ પરથી પસાર થતા લોકો અનુભવી શકે છે.

સેગ્રીગેસન સેન્ટરમાં ઉપાડ્યો કે કચરો માત્ર બાળવામાંજ આવ્યો છે? સ્વતંત્ર તપાસ જરૂરી!
રામલીલા મેદાનમાંજ બનાવાયેલા સેગ્રીગેશન સેંટરમાં દર થોડા દિવસોમાં ઉઠતી આગને જોઇ શકાય છે. તાજેતરમાં દિવાળીથી સતત રોજ તેના કચરામાં આગ જોવા મળી રહી છે. તાજેતરમાં રવિવારે પણ તપાસ કરતા તેમાંથી ઉઠતી આગને જોઇ શકાય છે. અગાઉથીજ પ્રશ્નોના ઘેરાવામાં રહેલા આ પ્રોજેક્ટની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ માટે માંગ ઉઠવા પામી છે. એવી પણ ચર્ચા છે કે અહીથી કચરો ઉઠાવવામાં ઓછો, બાળવામાં વધારે આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...