ગાંધીધામના મહેશ્વરીનગરમાં બે જુથ તલવાર, છરી અને ધારીયા જેવા હથિયારો સાથે ધીંગાણું થયું હતું જેમાં 5 લોકોને ઇજા પહોંચી છે, બન્ને પક્ષની સામસામી ફરિયાદના આધારે 12 સામે ગુનો નોંધાયો છે. ભારતનગરમાં રહેતા વિક્રમભાઇ જીવરાજભાઇ ભાંભીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગુરૂવારે રાત્રે તેઓ મહેશ્વરીનગર ખાતે રહેતા તેમના બહેનના ઘરે જવા નિકળ્યા હતા.તેઓ કિશોર નારાણભાઇ મતીયાના ઘર પાસે પહોંચ્યા ત્યારે કિશોર અને શ્યામ મહેશ્વરી ત્યાં બેઠા હતા.
બાજુમાં વચ્ચે પડેલી કાર હટાવવાનું કહેતાં કીશોરે આ કાર મારી નથી કહી બોલાચાલી કરતાં તેણે બોલાચાલી કરવાની ના પાડી તો ગાળો બોલી થપ્પડ મારી દેતાં તેમણે પોતાના ભાઇ નવિનભાઇને ફોન કર્યો હતો. તે જ સમયે પચાણ નારાણભાઇ મતીયા, પ્રકાશ થારૂ જગદિશ ઉર્ફે જાખરો ફફલ, વિનુ ફફલ અને દિનેશ માતંગ તલવાર, ધારીયું અને છરી જેવા હથિયાર સાથે ધસી આવ્યા હતા. પચાણે તેમને તલવાર વડે છાતીના ભાગે ઇજા પહોંચાડી હતી, તે જ સમયે તેમના ભાઇઓ આવી ગયા હતા. કિશોર નારાણ માતંગે મારી નાખવાના ઇરાદે છરી તેમના ભાઇ રમેશને ઝીંકી હતી. તો વિષ્ણુને પણ ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે 7 વિરૂધ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો નોંધ્યો હતો.
સામે પક્ષે કિશોરભાઇ નારાણભાઇ મતિયાએ જણાવ્યા મુજબ, ભારતનગર રહેતા રમેશ જીવરાજ ભાંભી, અજય જીવરાજ ભાંભી, વિષ્નુ જીવરાજ ભાંભી, વિક્રમ ઉર્ફે વીકી જીવરાજ ભાંભી અને ઇલુ ઉર્ફે ઇલુડોએ આજથી એક બે વર્ષ પહેલાં રમેશ સાથે થયેલા ઝઘડાનો ખાર રાખી રમેશે છરી ડાબા હાથના કાંડામાં મારી ઇજા પહોંચાડી હતી તો ઇલુડાએ ધારીયું તેમના ભાઇ દિનેશને કપાળમાં મારી જાનથી મારી નાખવાની ઇજા પહોંચાડી હોવાનું જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.