આદિપુરમાં સેવા સેર્વોપરી દ્વારા દરેક જરૂરીયાતમંદ બાળકો માટે રવિવારના લાયબ્રેરીનું ઉદઘાટન કરાયું હતું. દરેક ઝુપડપટ્ટીમાં રહેતા બાળકોને અત્યાધુનિક સુવિધાઓનો લાભ મળૅ તે ઉદેશ્ય સાથે આ પુસ્તકાલયનું આયોજન શહેરના પ્રબુદ્ધ વર્ગના સહકાર સાથે કરવામાં આવ્યું હોવાનું કલ્પેશ આહુજાએ જણાવ્યું હતું.
આદિપુરના મૈત્રી રોડ પર સંગઠન દ્વારા અધતન લાયબ્રેરીનું રવિવારે ઉદઘાટન કરાયું હતું. જેમાં સ્થાનિક સ્પર્ધાત્પક પરીક્ષાઓ સાથે જીપીએસસી, યુપીએસસીની પરીક્ષાઓ પણ ઝુપડપટ્ટીમાં રહેતા સહિતના જરૂરીયાતમંદ છાત્રો આપીને સફળતા પ્રાપ્ત કરી શકે તે માટે અહી દરેક પુસ્તકો અને તે સાથે પોતાની આવશ્યક્તા અનુસારનું ઓનલાઈન સર્ચ કરી માહિતી મેળવી શકે તે માટે ઈન્ટરનેટ સાથેના કોમ્પ્યુટરની વ્યવસ્થા પણ અહી કરવામાં આવી છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણી પ્રેમ લાલવાણીએ જણાવ્યું કે દરેક કામ કરતા વ્યક્તિની કિંમત થાયજ છે. ડૉ. ચેતન વોરાએ પુસ્તકની માનવ જીવનમાં મહત્વતા પર પ્રકાશ નાખીને સ્ક્રીન ટાઇમ દરેક યુવા, બાળક મા ઘટાડવો કેટલો મહત્વનું થઈ ચૂક્યું છે તે જણાવ્યું હતું.
મુકેશ લખવાણીએ જણાવ્યું કે સેવા સર્વોપરીના કાર્યોની નોંધ રાજ્યભરમાં લેવાઈ લઈ રહી છે. જે ગાંધીધામ આદિપુર માટે ગર્વની બાબત છે. મમતા હર્ષ આહુજાએ આ પ્રયાસને બીરદાવીને દરેક છાત્ર જ્યારે બહાર જાય ત્યારે આત્મવિશ્વાસમાં કમી ન મહેસુસ કરે તે માટે યોગદાન આપવાની તૈયારી દર્શાવી હતી. આ પ્રસંગે સેવક લખવાની, કમલેશ માઇદાસાની, પારુલ સોની, એસ.વી. ગોપાલાની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.