બેદરકારી લઈ શકે છે જીવ!!:કંડલામાં ફોસ્ફોરિક એસિડ સ્ટોરેજમાંથી એસિડ લીક થતાં અફરાતફરી

ગાંધીધામ16 દિવસ પહેલા

કંડલામાં આવેલા ઈફ્કોના ફોસ્ફોરિક એસિડ ટેન્ક લીકેજ થતાં અફરાતફરી સર્જાઈ હતી, ત્યારે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ અંગે ઈફ્કોના જનસંપર્ક અધિકારી દિગ્વિજય પરમારનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, અમારી ફોસ્ફોરિક એસિડ સ્ટોરેજ ટાંકીના તળિયેથી હળવો લિકેજ છે. ફોસ્ફોરિક એસિડને અન્ય સ્ટોરેજ ટાંકીમાં સ્થાનાંતરિત કરવામાં આવી રહ્યું છે અને લીકેજને તાત્કાલિક પકડવામાં આવી રહ્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ટાંકીની નજીકના ઢોળાયેલા એસિડને ચૂના દ્વારા નિષ્ક્રિય કરવામાં આવી રહ્યો છે. અમે આવી પરિસ્થિતિઓને હેન્ડલ કરવા માટે માનક ઓપરેટિંગ પ્રક્રિયાઓને અનુસરીએ છીએ અને આ સંપૂર્ણ પર્યાવરણ સુરક્ષા અને સલામતીની ખાતરી કરીએ છીએ.

નોંધવું રહ્યું કે કંડલામાં વારંવાર જ્વલનશીલ પદાર્થ સ્ટોરેજ ટેન્કમાંથી લીક થતા આસપાસના વિસ્તારમાં ચિંતાનું વાદળ છવાયુ છે અને લોકોની સલામતી ઉપર અનેક સવાલો સર્જાયા છે

અન્ય સમાચારો પણ છે...