પરિવર્તનને આવકારાયો:કાર્ગો હેન્ડલીંગ વધારવા માટે ટ્રેડની માંગ અનુસાર કરાયું પરિવર્તન

ગાંધીધામ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ ચેમ્બર દ્વારા પોલીસીમાં પરિવર્તનને આવકારાયો
  • ડિપીએ દ્વારા એક ​​​​​​​દિવસમાં કાર્ગો હેંડલ કરવા ટાર્ગેટ ફિક્સ કરાયું હતું

ડીપીએના ટ્રાફિક વિભાગ દ્વારા શિપ ઉપર લોડીંગ અનલોડીંગની બર્થીંગ પોલીસીમાં પરિપત્રમાં ફેરફાર થતા તેના પોર્ટ વપરાશકર્તાઓ તથા ટ્રાન્સપોર્ટરોને મુશ્કેલીઓ વધી હતી. ચેમ્બર ઓફ કોમર્સ સમક્ષ રજુઆત થતાં અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહિરના સહકાર થકી ચેમ્બરના પ્રમુખ તેજા કાનગડ, મંત્રી મહેશ તિર્થણી તથા ખજાનચી હરીશ માહેશ્વરીનું પ્રતિનિધિમંડળ ડીપીએના ચેરમેન એસ.કે. મહેતાને મળ્યુ હતુ, પ્રતિસાદ રૂપે સકારાત્મક અભિગમ અપનાવી પોર્ટ પ્રશાસન દ્વારા શુક્રવારે સુધારેલુ પરિપત્ર લાગુ કરવાની જાહેરાત કરાઈ છે.

ચેમ્બર પ્રમુખ કાનગડે જણાવ્યું કે, હાલ સમગ્ર દેશમાંથી ડીપીએ મારફતે કૃષિ ઉત્પાદનોની નિકાસ થઇ રહી છે ત્યારે જુના પરિપત્રમાં ફેરફાર કરી પોર્ટ પર બર્થીગ માટે રાહ જોતાં શીપમાં લોડીંગ- અનલોડીંગની ગતિવિધિ લગભગ ડબલ કરવા અને જો ન થઈ તો પેનલ્ટી ભોગવવા જણાવાયું હતું. દરિયામાં પણ શીપનું ટ્રાફિક જામ થવાની ભીતિ હતી તેની સામે હાલ ગરમીની સીઝનમાં મેન્યુઅલી જ કાર્ગોનું લોડીંગ અનલોડીંગ થઇ શકે તેવા સંજોગોમાં દિવસના 24 ક્લાકમાં વધુમાં વધુ 14 થી 15 કલાકજ કામ મજુરો દ્વારા થઇ શકે તે જોતાં આ સમયમાં ડબલ ઝડપે કામગીરી કરવી સરળ ન હોવાની રજુઆત ગાંધીધામ ચેમ્બર દ્વારા કરાઈ હતી.

કંડલા બંદર દેશનું પ્રથમ સ્થાન જાળવી તે માટે એ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવા તથા વ્યાપાર અન્ય પોર્ટ પર ખસેડાય નહિં, તેની તકેદારી રાખી ઝડપી કાર્યવાહીનું લક્ષ્યાંક સિધ્ધ કરવા તૈયારી બતાવેલ તેમ છતાં સમય અને સંજોગો અનુસાર આ પરિપત્રમાં સુધારા સૂચવાતાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ તથા ધારાસભ્યની ચેરમેન સમક્ષની રજુઆતથી દરેકને અનુકુળ રહે તેવો પરિપત્ર ફરીથી સુધારીને રાહત અપાતા દરેકને રાહતની લાગણી અનુભવાશે તેમ મંત્રી મહેશ તિર્થાણીએ જણાવ્યું હતું. નોંધવુ રહ્યું કે અગાઉ જો નિશ્ચીત પ્રમાણમાં બેગમાં ભરેલો કે છુટો કાર્ગો નિશ્ચીંત પ્રમાણમાં હેંડલ ન કરાયો તો પેનલ્ટીનું પ્રાવધાન રખાયું હતું, જેના કારણે કરોડોની પેનલ્ટી વેસલો પર લાગુ કરાઈ રહી હતી, હવે તેમાં રાહત થશે.

અન્ય સમાચારો પણ છે...