માગ:મિનીસ્ટ્રેરિયલ સ્ટાફની બદલીઓ તુરંત નહી તો ધરણાની ચીમકી

ગાંધીધામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયર બ્રીગેડમાં ભાઈ ભતીજા વાદ, પગલા કેમ નહી?
  • કંડલા પોર્ટ કર્મચારી સંઘ અને કુશળ અકુશળ અસંગઠીત સગઠનની માગ

કંડલામાં ફાયરબ્રીગેડ અને કામદારોના પ્રશ્ને યુનિયનો દ્વારા રજુઆતો કરીને જરૂરી પગલા ભરવાની માંગ કરી છે, જો તેવું નહી કરાય તો પોર્ટ સમક્ષ ધરણાની ચીમકી પણ અપાઈ હતી. કેપીકેએસ વરિષ્ઠ ઉપપ્રમુખ રાણાભાઈ વિસરીયાએ જણાવ્યું કે વિભાગમાં કામદારોને પ્રમોશનમાં થઈ રહેલો અન્યાય તાત્કાલિક દુર કરવો તથા પીઓસીડી લીડીંગ ફાયરમેનના પદ્ને તાત્કાલિક ભરવા જોઇએ. તો ફાયર બ્રિગેડ કામદારોમાં ભાઈ ભતીજાવાદ અને અમુક કામદારોને નોકરીની જવાબદારીઓ ન નિભાવવા સામે પગલા કેમ નથી લેવામાં આવતા તે પ્રશ્ન પણ ઉઠાવાયો હતો.

ફાયર બ્રિગેડમાં કાર્ય કરનારા કર્મીઓને નેશનલ ફાયર સર્વિસ કોલેજથી લઈ શકાય છે, 100 પોસ્ટો પર 60 દિવસમાં ભરવા પગલા ભરવામાં નહી આવે તો સપ્ટેમ્બર મહિનામાં ગમે ત્યારે પ્રશાસનિક ભવન બહાર આંદોલનના રુપમાં સુત્રોચાર કરવામાં આવશે. તો બીજી તરફ કુશળ અકુશળ અસંગઠીત કામદાર સંગઠનના જનરલ સેક્રેટરી વેલજીભાઈ જાટે જણાવ્યું કે પોર્ટના ડે. કન્ઝર્વેટર દ્વારા 4.76 કરોડના અંદાજિત ખર્ચ ફાયર બ્રિગેડમાં 65 ફાયરમેન આઉટસોર્સિંગથી ભરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા.

જેનો યુનિયને વિરોધ કરીને રદ કરવાની માંગ કરીને અન્ય વિભાગોમાં કામ કરતા શારિરીક સક્ષમ કામદારોને ફાયરમેન તરીકે પરિપત્ર બાહર પાડી ભરવા વિનંતી કરાઈ હતી. પરંતુ તેને ધ્યાને ન લેવાઈ નહતી. સુધારેલી પોલિસી માં યુનિયનોને અંધારામાં રાખીનેે બોર્ડ સમક્ષ ડીફર કરવામાં આવેલ છે. મિનીસ્ટેરિયલ સ્ટાફની કંડલા ગાંધીધામ ટ્રાન્સફર દર વર્ષે 1લી જુલાઈના થાય છે, સુધારાના નામે આ વખતે નથી કરાઈ ત્યારે જેમનો વારો છે, તેમની જુની પોલિસી પ્રમાણે તાત્કાલિક બદલીઓ કરાય તેવી માંગ કરાઈ હતી, જો નિવેડો નહી આવે તો 8/9ના પોર્ટ સામે ધરણા કરાશે.

અન્ય સમાચારો પણ છે...