શારીરિક શોષણની ફરિયાદ:અંજારમાં બાળકીનું અપહરણ કરી શારીરિક અડપલા કરતા ચકચાર; પોલીસે વધુ તપાસ હાથ ધરી

ગાંધીધામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંજારના દબડા ચાર રસ્તેથી બે બાઈક સવાર શખ્સોએ 14 વર્ષીય બાળકીનું અપહરણ કરી લઈ બાદમાં તેની માતાને ફોન કરી દુષ્કર્મ કરવાની ધમકી આપી હતી અને બાળકી સાથે શારીરિક અડપલા કરતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ અંગે દબડા વિસ્તારમાં રહેતી મહિલાની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તા. 31 ઓગસ્ટના રાત્રે 8 થી 9 વાગ્યાની વચ્ચે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ દબડા ચાર રસ્તા પાસેથી ફરિયાદીની 14 વર્ષીય બાળકીનું બળજબરી પૂર્વક અપહરણ કરી લીધું હતું.

બાદમાં ફરિયાદીને ફોન કરી બાળકી પર દુષ્કર્મ કરવાની તથા તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને અપહરણ કર્યા બાદ આરોપીઓએ બાળકી સાથે શારીરિક અડપલા પણ કર્યા હતા. જે બનાવ સંદર્ભે ફરિયાદી મહિલાએ અંજાર પોલીસ મથકે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ સંદર્ભે આગળની વધુ તપાસ હાથ ધરી છે . બે શખ્સોએ બાળકીનું અપહરણ કર્યા બાદ ફરિયાદીને ફોન પર બાળકી પર દુષ્કર્મ ગુજારીને મારી નાખવાની ધમકી આપતાં ચકચાર મચી છે. પોલીસે આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...