ફરિયાદ:જીએસટી કમિશનર સામે હૈદરાબાદમાં મહિલાને ગોંધી રાખવાનો કેસ દાખલ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામના જીએસટી કમિશનર ફરી વિવાદમાં, કુલ 5 અધિકારી સામે ફરિયાદ
  • 2019માં વેપારીની ગેરહાજરીમાં સર્ચ ઓપરેશનનું કહી ઘરમાં આવ્યા, જીએસટી કચેરી લઇ જઇ 5 કરોડ માંગ્યાનો આરોપ

કચ્છ સેંટ્રલ જીએસટી આયુક્તના કમિશનર વધુ એક વાર વિવાદમાં ઘેરાયા છે. અગાઉ તેવો જ્યાં ફરજ નિભાવતા હતા તે હૈદરાબાદમાં સ્થીત વેપારીની પત્નીએ ત્રણ વર્ષે અગાઉ બનેલી ઘટના અંગે કુલ 5 ઉચ્ચ અધિકારીઓ સામે ગોંધી રાખ્યાની, પરેશાન કરીને 5 કરોડ માંગ્યાની ફરિયાદ દાખલ કરાવી હતી, જેના 5 આરોપીમાંથી એક કચ્છ જીએસટી આયુક્તના કમિશનરનો પણ સમાવેશ થાય છે.

નેશનલ કમીશન ફોર વુમન્સની દોરવણીથી હૈદરાબાદના બંજારા હીલ્સ પોલીસમાં ચેન્નઈ જીએસટીના પ્રીન્સીપલ કમિશનર એમ. શ્રીનીવાસ, કચ્છ જીએસટી કમિશનર આનંદ કુમાર, જીએસટી આસીસ્ટન્ટ બોલીનેની શ્રીનીવાસ ગાંધી, ડે. કમિશનર ચીલાકા સુધા રાણી, સુપ્રીટેન્ડટ ઇસાબેલો બ્રીતો સામે ફરિયાદ દાખલ કરાઈ હતી. જેમાંથી રાણી અને ગાંધી સીબીઆઈના કેસમાં સસ્પેંડેડ છે.

ફરિયાદ નોંધાવનાર મહિલાએ જણાવ્યું હતું કે, 27 ફેબ્રુઆરી, 2019 ના પાંચ લોકો જીએસટીના અધિકારી હોવાનો દાવો કરીને, જ્યારે તેમના પતિ તેમના વ્યવસાયના સંબંધમાં વિદેશમાં હતા ત્યારે તેમના ઘરમાં ઘૂસી આવ્યા હતા. મહિલાએ આરોપ લગાવ્યો કે તેને એક મહિલા અધિકારી દ્વારા ધમકાવવામાં આવી હતી, અને આ તમામ કોઈ સર્ચ વોરંટ દર્શાવ્યા વિના થયું હતું જેમાં તેના ઘરની તોડફોડ કરી હતી અને કંઈ ન મળતાં તેઓ તેને બળજબરીથી જીએસટી ઓફિસમાં લઈ ગયા હતા અને અંદાજે બીજા દિવસના સવારે 4 વાગ્યા સુધી ત્યાં અટકાયત કરી ગોંધી રાખી હતી.

તેણીએ ઓફિસમાં જણાવ્યું હતું કે, બે અધિકારીઓએ તેને ટેક્સ ચોરી વિરોધી દળના અધિકારીઓ તરીકે ઓળખાવ્યા હતા. ધમકી આપી અને લાંચ તરીકે 5 કરોડની માંગણી કરી હતી. મહિલાએ જણાવ્યું કે તેણીના પતિ વિદેશથી પરત ફર્યા પછી તેમની ઓફિસમાં આવશે અને તેમના પ્રશ્નોનો ખુલાસો કરશે, તેમ છતાં બંને અધિકારીઓએ તેણી પર બૂમો પાડી, તેણીને અભદ્ર ભાષામાં ગાળો આપી અને સવારે 4 વાગ્યે ઘરે જવા દેવામાં આવી હતી. ફરિયાદના આધારે, GST અધિકારીઓ સામે IPC કલમ 354 (એક મહિલા સામે હુમલો અથવા ફોજદારી બળનો ઉપયોગ), 341 અને 506 (ગુનાહિત ધાકધમકી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

થોડા દિવસ અગાઉ કચેરીની સામે પત્નીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું
હજી બે દિવસ પહેલાજ ગાંધીધામની જીએસટી કચેરી સામે કમિશનરની પત્ની હોવાનો દાવો કરતી મહિલાએ બાળકી સાથે મંડપ બાંધીને વિરોધ પ્રદર્શન કરતા ચકચાર પ્રસરી હતી, પોલીસે મંજુરી ન હોવાથી તેમને સમજાવટ કરીને પ્રદશન સમેટી લેવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...