એકાએક કારમાં આગ લાગતા અફરાતફરી:આદિપુરના લીલાશાહ ફાટક પાસે કારમાં આગ લાગતા દોડધામ; પળવારમાં કાર બળીને ખાખ થઈ ગઈ; સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ હતી

ગાંધીધામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

આદિપુરના લીલાશાહ ફાટક પાસે કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ગાંધીધામ-આદિપુરનાં આવન-જાવન માટે ઉપયોગમાં આવી રહેલા લીલાશાહ ફાટકની નજીક જ એક બેલેનો કારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં ફાયર બ્રિગેડનાં જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું ન હતું. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન પહોંચી હતી, પરંતુ કાર બળીને ખાખ થઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...