ક્રાઇમ:કાર્ગો યાદવનગરમાંથી દારૂ સાથે 1 શખ્સ પકડાયો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોબાઇલ સહિત 35 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

ગાંધીધામના કાર્ગો યાદવનગરમાં બાતમીના આધારે બી-ડિવિઝન પોલીસે રહેણાક મકાનમાંથી રૂ.25 હજારના વિદેશી દારૂ અને બિયર સાથે એકને પકડી લીધો હતો. બી-ડિવિઝન પોલીસ મથકની ટીમ ગત રાત્રે પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન કાર્ગો બાપા સિતારામનગર પાસે આવતા઼ બાતમી મળી હતી કે, યાદવનગરમા઼ રહેતો દેવ ઉર્ફે રોકી દેવજીભાઇ ભરવાડ પોતાના રહેણાક મકાનમાં દારૂનો જથ્થો રાખી વેંચાણ કરે છે.

આ બાતમીના આધારે તેના મકાન પર દરોડો પાડી રૂ.21,160 ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂની 45 બોટલો તથા રૂ.4,200 ની કિંમતના બિયરના 42 ટીન મળી કુલ રૂ.25,360 ના દારૂ-બીયર સાથે દેવ ઉર્ફે રોકીની અટક કરી 2 મોબાઇલ સહિત રૂ.35,860 નો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું પીઆઇ પી.એન.ઝીંઝુવાડીયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...