ગાંધીધામના રામલીલા મેદાનમાં ફરી ગાર્બેજ પ્રશ્ન લલકારી રહ્યો છે. અહીના સેગ્રીગેશન પ્લાન્ટ પર સતત દિવાળીથી લાગેલી આગને કાબુમાં લાવવા કચરાને બહાર કાઢીને હાલ મેદાનમાં રાખવામાં આવી રહ્યો છે. ગાંધીધામના રામલીલા મેદાનમાં કચરાને સાફ કરવાની ગતીવીધી ચાલતી હોવાની વાત વચ્ચે ત્યાં ગાર્બેજના ઢગલા મોટા થતા જોઈને લોકો અચરજ પામી રહ્યા હતા. આ અંગે પાલિકા પ્રશાસનને પુછતા તેમણે જણાવ્યું કે મેદાનમાં આવેલા સેગ્રીગેશન પ્લાંટમાં લાંબા સમયથી આગ લાગેલી હતી.
જે વારંવાર પાણીના છંટકાવ સહિતના પ્રયાસો છતાં કાબુમાં આવતી નહતી, જે કારણોસર તે તમામ કચરાને બહાર કાઢીને મેદાનમાં લવાયો હતો. જેના કારણે ઉઠતી તીવ્ર દુર્ગધર્થી આસપાસ આવેલી જીએસટી કચેરી, પાલિકાના વિપક્ષી નેતાની ઓફિસ સહિતના વિસ્તારોમાં બેસવુ પણ મુશ્કેલ બની ગયું હોવાનું જાણવા મળે છે. નોંધપાત્ર છે કે રામલીલા મેદાનને કચરા મુક્ત કરવા ધારાશાસ્ત્રીઓ દ્વારા નોટિસો પણ અપાઈ છે, તો પ્રાંત અધિકારી દ્વારા પણ આદેશો અપાયા છે. મેદાન સામેજ સ્થાન પામતી સેંટ્રલ જીએસટી કચેરી દ્વારા અહી બગીચો બનાવવાની ઇચ્છા ઘણા સમય પહેલા વ્યક્ત કરાઈ ચુકી છે, પરંતુ તે માટે પ્લોટ હજી સુધી વિભાગને અપાતો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.