નિરસતા:શું એપ્રિલ મહિના પહેલા ઓસ્લો ઓવરબ્રિજનું કામ પૂર્ણ થઇ શકશે?

ગાંધીધામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લંબાયેલી સમયમર્યાદાનું પાલન થવું અઘરુ, સર્કલ અંગે આગેવાનોની નિરસતા જવાબદાર
  • વૃક્ષો 270થી વધુ કાપ્યા સામે એક પણ વાવવાની વાત સુદ્ધા નહિ, મુળ સહિતના વૃક્ષો કાપી સરાજાહેર મુકાયા

ગાંધીધામ માટે દરેક વ્યક્તિને સ્પર્શતો મુદો ઓસ્લો ગોલાઈ આસપાસ બનતો ઓવરબ્રીજનો મુદો છે, જેનું મહતમ કામ પુરુ થઈ ગયું હોવાનુ સ્પષ્ટ થતું હોવા છતાં સર્કલના કારણે કામ અટવાઈ ગયું છે. સરકારી વિભાગો પણ સંવેદનશીલ મુદાને છેડવાથી બચી રહ્યા છે તો રાજકીય આગેવાનો કે જેની ખરેખર આ મુદે જરૂરીયાત છે તેમની નિરસતાના કારણે કામની ગતી અટકી પડી હોવાની ચર્ચા છેડાઈ છે. ટાગોર રોડ પર ઓસ્લો સર્કલ આસપાસ નિર્માણ પામી રહેલ ઓવરબ્રીજની સમયમર્યાદા ખરેખર તો અગાઉજ પુરી થઈ ગઈ છે ત્યારે તેને માર્ચ સુધી કામ પુર્ણ કરવા માટે લંબાવાઈ હતી.

પરંતુ હાલની ગતીને જોતા આ સમયગાળામાં પણ કામ પુર્ણ થશે કે કેમ તે પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે. આ માટે સર્કલમાં બદલાવને લઈને આગેવાનો જોઇએ તેવો રસ ન દાખવતા હોવાથી કામ અટકવાની કગાર પર છે, જે અંગે આરએન્ડબી દ્વારા પાલિકાને પત્ર પણ લખાયો હતો. બીજી તરફ 274 જેટલા વૃક્ષો અહીથી કાપ્યા બાદ તે જાણે ખુબ ખુશીની વાત હોય તેમ તેના મુળ સહિતના થળને બ્રીજના વચ્ચોવચ ગોઠવી દેવાયા છે.

જે વૃક્ષો કપાયા તેની સામે આરએન્ડબી કે પાલિકા કેટલા વૃક્ષો વાવશે તે અંગે કોઇ સ્પષ્ટતા કરતું નથી કે નથી વૃક્ષોના રીપ્લાન્ટેશનનો પ્રયાસ સુદ્ધા કરાયો. આવી સ્થિતિમાં ગ્લોબલ વોર્મીંગ અંગે પ્રશાસનો કેટલા ગંભીર છે તે જોઇ શકાય છે. આ અંગે બહુ અર્થમાં નાગરિકોની નિરસતા પણ જવાબદાર હોવાનો સુર પ્રબુદ્ધવર્ગમાંથી ઉઠવા પામ્યો હતો.

આગેવાનની કચેરીમાં ‘ચા કરતા કિટલી ગરમ’ નો તાલ
તાલુકાના જનપ્રતિનિધિનો પદભાર સંભાળતાજ ઘરેલું ગણાતા સ્ટાફમાં ‘ચા કરતા કિટલી ગરમ’ નો તાલ સર્જાયો હોવાની ચર્ચા છે. પોતાને આગેવાનના પરિવારના સદસ્ય ગણાવીને જનસામાન્ય માટે જે કચેરીના દ્વારો ખુલા હોવા જોઇએ તેમાં લોકો સાથે ઉદ્ધત અને અપમાનજનક વર્તન કરીને બચાવમાં આગેવાનના પરિવારના સદસ્ય હોવાનો અને મફતમાં કામ કરતા હોવાનો રાગ આલાપતા જોવા મળે છે. જે ધારાસભ્યની છબીને ઘણા અંશે નુકશાન કરી રહી હોવાનો સુર ઉઠવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...