સરાહનીય કામગીરી:ગાંધીધામમાં વાહન ચાલકોના દોરીથી ઘવાતા ગળા બચાવવા અભિયાન; સેફટી બેલ્ટ બાંધી સર્વને પર્વની શુભેચ્છાઓ પાઠવાઈ

ગાંધીધામ24 દિવસ પહેલા

સ્ટર્લીંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા રામકૃષ્ણ સેવા ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ મકરસંક્રાંતિ પર્વે એક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય હેતુ પતંગની દોરીથી ઘાયલ થતાં દ્વિચક્રીય વાહન ચાલકોના ગળા બચાવવાનો. દોરીથી કટ વાગવાથી વાહન ચાલકોને ભારે જાન લેવા હાલાકીનો સામનો કરવો પડતો હોય છે અને ક્યારેક તો જીવ પણ ગુમાવવાનો વારો આવતો હોય છે. જેથી સ્ટર્લીંગ હોસ્પિટલ તરફથી શહેરના રોટરી સર્કલ ખાતે દ્વિચક્રીય વાહન ચાલકોના ગળામાં સેફટી બેલ્ટ બાંધી સર્વને મકરસંક્રાંતિ પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ અભિયાનમાં હોસ્પિટલના યુનિટ હેડ રાજ કડેચા, તમામ ડોક્ટરો, સ્ટાફ તથા ટ્રસ્ટી રમેશભાઈ બસંલ, દેવેનભાઈ બસંલ, તથા નંદુભાઈ ગોયલ હાજર રહ્યા હતા. શહેરના સીટી ટ્રાફિક પોલીસ પી.એસ.આઇ વી.પી આહિર, એ.એસ.આઇ. હેમરાજભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલે હાજર રહી પૂરેપૂરો સહયોગ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...