રાહત:મૃત ગાય અને ગૌવંશ ઉપાડવાના કોલ ઘટ્યા, હકારાત્મક ટ્રેન્ડ શરૂ

ગાંધીધામ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રામલીલા મેદાનમાં સેવા માટે વધુ જમીન ફાળવાઈ

સમગ્ર જિલ્લાને પરેશાન કરનાર લિમ્પિ વાઈરસથી ગ્રસ્ત ગાય અને ગૌવંશની સેવામાં સેવકો લાગેલા છે ત્યારે સંલગ્ન કેસોમાં સુધારા સાથે હવે મૃતદેહોને ઉપાડવાના કોલ પણ ઘટ્યા હોવાનું સતાવાર સુત્રોએ જણાવતા સહુએ રાહતનો શ્વાસ લીધો હતો.ગાંધીધામ આદિપુરમાં જ્યા છેલ્લા પખવાડીયાથી રોજ 30 થી 35 કોલ ગાય અને ગૌવંશને ઉઠાવવાના આવી રહ્યા હતા, ત્યારે તે આંકડો ઘટીને હવે છેલ્લા એકાદ બે દિવસથી 10 આસપાસ થયો હોવાનું સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.

બીજી તરફ રામલીલા મેદાનમાં ભારત વિકાસ પરિષદ, અગ્રવાલ સમાજ, સેવા સાધના દ્વારા સમસ્ત પાટીદાર સમાજ, પાલિકા, ચેમ્બર, કામધેનુ ગૌસેવા ટ્રસ્ટ સહિત સર્વ સમાજના લોકો દ્વારા કરાઈ રહેલા સેવાકાર્ય પણ રંગ લાવી રહ્યું હોય તેમ સારવાર હેઠળની ગાયોમાં સુધારો અને નવી સંક્રમિત આવતી ગાયોમાં ઘટાડો એમ બન્ને જોવા મળ્યો છે. તો સાજી થયેલી ગાયોને રાખવા રામલીલા મેદાનમાં વધુ જગ્યા પણ ફાળવાઈ છે,જેનું સફાઈ કાર્ય હાલ ચાલી રહ્યું છે. નોંધવું રહ્યું કે, સારવાર માટે હાલ અહીં અંદાજે 400 જેટલી ગાય છે તેમજ દૈનિક ધોરણે વધુ સંક્રમીત ગાયોને લવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...