બીજીવાર તસ્કરી:બે વીજ સબ સ્ટેશન વચ્ચેથી 2.05 લાખના કેબલ, હાર્ડવેર ચોરાયા

ગાંધીધામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કિડાણા-તુણા સબ સ્ટેશનમાંથી બીજીવાર તસ્કરી
  • ગેટકોની કોન્ટ્રાક્ટર કંપનીના પ્રોજેક્ટ એન્જિનીયરે નોંધાવી ફરિયાદ

તુણા-કિડાણા થી રામપર જતી ગેટકોની 66 કેવી વીજ લાઇનમાંથી તસ્કરો રુ.2.05 લાખની કિંમતના કેબલ અને હાર્ડવેર ચોરી કરી ગયા હોવાની ફરિયાદ પ્રોજેક્ટ એન્જીનિયરે કંડલા મરિન પોલીસ મથકે નોંધાવી હતી. કંડલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા મુળ પશ્ચિમ બંગાળના હાલે અંજાર રહેતા અને દિલદાર ઇલેક્ટ્રીકલ્સમાં પ્રોજેક્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા સબારેખ હારૂનભાઇ શેખના જણાવ્યા મુજબ, તેમની કંપની ગેટકોનું કિડાણાથી રામપર તુણા 66 કેવી લાઇન નાખવાનું કામ કરી રહી છે. જે ટાવરમાં છ તારની લાઇનો હોય છે.

આજે સવારે સાડા સાત વાગ્યે તેઓ ઘરે હતા ત્યારે તેમની કંપનીના મીર શેખે ફોન કરી જાણ કરી હતી કે લોકેશન નંબર 26/0 થી 28/0 તુણા કિડાણા સબ સ્ટેશન થી રામપર સબ સ્ટેશન 66 કેવી એકેબીપીટીએલ લાઇન પર ચાર તાર કાપી કોઇ ઇસમો ચોરી કરી ગયા છે. આ જાણ થતાં તેઓ સુપરવાઇઝર અખ્તરહુસેન અને સર્વેયર ભોલાનાથ પાત્રા સાથે સ્થળ પર પહોંચ્યા હતા.

તપાસ કરી તો રૂ.1,75,926 ની કીંમતનો 130 સ્ક્વેર એમએમનો 1,308 મીટર એલ્યુમીનીય કેબલ, રૂ.10,182 ની કીંમતના એસઆરઆઇના 8 ટેન્શન, રૂ.15,932 ની કિ઼મતના 12 ટેન્શન હાર્ડવેર અને રૂ.2,981 ની કિંમતના 8 વાઇબ્રેશન ડમ્પર (વીડી) મળી કુલ રૂ.2,05,021 ની ચોરીને અંજામ આપ્યો હોવાનો ખ્યાલ આવતાં તેમણે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ક઼ડલા મરિન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. પીએસઆઇ ડી.જી.પટેલે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...