રાજકોટમાં રૂ.23.07 લાખના નશાકારક કફ શિરપની બોટલો સાથે પકડાયેલા સાળાએ આ જથ્થો આદિપુરથી તેના બનેવીએ મોકલી હોવાની ફેફિયત આપતાં રેલો અહીં સુધી પહોંચ્યો હતો. રાજકોટ એસઓજી પોલીસે ચોકકસ બાતમીના આધારે રૈયા રોડ અમૃતપાર્કમાં શેરી નંબર 7 દરોડો પાડી કોઈપણ જાતના પાસ પરમીટ કે આધાર વગર રૂ.23,07,900ની કિંમતના કફ સિરપની 13,338 બોટલ શીતલ પાર્ક-5માં રહેતા મીતેષપરી રાજેશપરી ગોસાઇની ધરપકડ કરી મોબાઇલ ફોન સાથે કુલ રૂ.23,12,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
કફ સિરપની બોટલોનું પૃથ્થકરણ કરવા માટે એફએસએલ અધિકારીએ સ્થળ પર જ મળી આવેલા જથ્થાનું પૃથ્થકરણ કરતાં તેમાં નાર્કોર્ટીકસના ઘટકો મળી આવ્યા હતાં જેનો નશા તરીકે ઉપયોગ થતો હોવાનું જણાવ્યું હતું.
એફએસએલ અધિકારીના અભિપ્રાયના આધારે એસઓજી પોલીસે નાર્કોર્ટીકસ એકટ હેઠળ ગુનો નોંધી આરોપી મીતેષપરી રાજેશપરી ગોસાઇની ધરપકડ કરી પુછપરછ કરતાં આ કફ સિરપનો જથ્થો આદીપુર રહેતા બનેવી સમીર ગોસ્વામીએ ટ્રાન્સપોર્ટ મારફત વેચાણ અર્થે મોકલ્યો હોવાનું ખુલતા પોલીસની એક ટીમ આદીપુર જવા રવાના થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.