અમદાવાદ મંડળના પાલનપુર-સામખિયાળીના પીપરાલા, લખપત અને આડેસર સ્ટેશનો વચ્ચે ડબલીંગ કામના કારણે કચ્છની છ ટ્રેનો પ્રભાવિત થાય છે. જેમાં બે ને બે દિવસ દિવસ માટે રદ કરવામાં આવી છે, તો અન્ય ચાર ટ્રેનનો રુટ બદલાવવામાં આવ્યો છે.
રેલવેના સતાવાર સુત્રોએ જણાવ્યું કે 6 અને 7 જાન્યુઆરી ‘23 ના રોજ ટ્રેન નંબર 20927/20928 ભુજ-પાલનપુર-ભુજ એક્સપ્રેસ, 5 થી 07 જાન્યુઆરીના સુધી ટ્રેન નંબર 19405/19406 ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ, 7મી જાન્યુઆરીના ટ્રેન નંબર 22483 જોધપુર-ગાંધીધામ તેમજ 8 જાન્યુઆરીની ટ્રેન નંબર 22484 ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ રદ રહેશે. તો બીજી તરફ 7 જાન્યુઆરીના બાંદ્રા ટર્મિનસ - ભુજ સાપ્તાહિક એક્સપ્રેસ, 6 જાન્યુઆરીની ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક એક્સપ્રેસ, 5 જાન્યુઆરીની ટ્રેન બાંદ્રા ટર્મિનસ - ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ, 6 જાન્યુઆરીની ટ્રેન બરેલી-ભુજ એક્સપ્રેસ પાલનપુર-મહેસાણા-વિરમગામ-ધાંગધ્રા- સામાખ્યાળી થઈને ડાયવર્ટ કરાયેલા માર્ગ પરથી દોડશે.
આવીજ રીતે 7 જાન્યુઆરી ની ટ્રેન નંબર 14322 ભુજ-બરેલી એક્સપ્રેસ પણ સામખિયાળી -ધાંગધ્રા-વિરમગામ-મહેસાણા-પાલનપુર થઈને પરિવર્તિત માર્ગ પર દોડશે. કચ્છની આટલી ટ્રેનો પ્રભાવિત થતા રોજ મોટા પ્રમાણમાં પ્રવાસ કરતા કચ્છી માડુઓને તેમનો શેડ્યુલ ન ખોરવાય તે માટે આવેલા આ પરિવર્તન અંગે ધ્યાન રાખવા જણાવાયું છે. જે ટ્રેનો પ્રભાવિત થઇ છે તે તમામમાં બહોળી સંખ્યામાં લોકો આવનજાવન કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.